સ્માર્ટસિટીની કેન્દ્રીય કનસલ્ટેટિવ કમિટીએ સુરતના પ્રોજેક્ટ્સનું અવલોકન કર્યું

0
358
સોલિડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ જોઈ હતી
સોલિડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ જોઈ હતી

** કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીની આગેવાની હેઠળ પાર્લામેન્ટીરી કન્સલ્ટેટિવ કમિટી સુરત સ્માર્ટ સિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી

સ્માર્ટસિટીના પ્રોજેકટની વિગતોની જાણકારી મેળવી
સ્માર્ટસિટીના પ્રોજેકટની વિગતોની જાણકારી મેળવી

સુરતઃ કેન્દ્રીય હાઉસીંગ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી હરદીપ.એસ.પૂરીની આગેવાની હેઠળ શુક્રવારે પાર્લામેન્ટરી હાઉસીંગ અને અર્બન અફેર્સની કન્સલ્ટેટીવ કમિટીએ સુરતમાં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનું અવલોકન કર્યું હતું.
કેન્દ્રીય કન્સલ્ટેટિવ કમિટીના સભ્યોમાં સાંસદો અને સચિવો પણ હાજર રહ્યાં હતાં. તેમણે બામરોલી ટર્શટી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અલથાણ સોલાર પ્લાન્ટ, અન્ડર ગ્રાઉન્ડ સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મોડલ હાઉસ, આનંદ મહેલ રોડ ઉપર બી.આર.ટી.એસ બસ સ્ટેશન ખાતે ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ સહિત સુરત કિલ્લાનું હેરિટેજ રિસ્ટોરેશની રૂબરૂ મુલાકાત લઈને સ્માર્ટ સીટી અંતર્ગત સુરતમાં ચાલી રહેલ કામગીરીનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો

અન્ડરગ્રાઉન્ડ કચરાપેટીની વ્યવસ્થા ચકાસી જોઈ હતી
અન્ડરગ્રાઉન્ડ કચરાપેટીની વ્યવસ્થા ચકાસી જોઈ હતી

બીઆરટીએસ અને ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી પ્રભાવિત: કમિટીના સભ્યોઓએ અડાજણ વિસ્તારમાં આનંદ મહેલરોડ ઉપરના બીઆરટીએસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ટીમના સભ્યોએ બસમાં મુસાફરી કરીને ઓટોમેટિક ટ્રાફીક મેનેજમેન્ટ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતુ. તેમણે મહાનગરપાલિકા ખાતે સ્મેક સેન્ટરની મુલાકાત લઇ સ્માર્ટ સીટી સુરતનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરી સહિત કમિટીના સભ્યો સ્માર્ટ સીટી અન્વયે મહાનગરપાલિકા દ્રારા વિવિધ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણથી પ્રભાવિત થયા હતા મંત્રીએ કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
50માંથી માત્ર 8 સાંસદો જ હાજર રહ્યાં: આ કન્સલ્ટેટિવ કમિટીમાં 50 સાંસદો છે. તેમાંથી માત્ર 8 સાંસદો જ હાજર રહ્યાં હતાં. ઉપરાંત સચિવો, કમિશનરો તથા વિવિધ સ્માર્ટ સીઈઓ જોડાયા હતા. શહેરમાં કમિટીએ શહેરમાં પ્રોજેક્ટ નિહાળતા પહેલાં સ્માર્ટસિટીમાં સામેલ શહેરો વચ્ચે નોલેજ અને એક્સિપિરયન્સ શેરિંગ માટે કોન્ફરન્સ કરી હતી. તેમાં મ્યુનિસિપલ કમિશનર થન્નેરેશને સ્માર્ટ સિટી અમલીકરણ બાબતે સુરતમાં અત્યાર સુધી થયેલા અને આગામી દિવસમાં હાથ ધરવામાં આવનાર કામગીરીથી કમિટીના સભ્યોને વાકેફ કર્યા હતા. ત્યાર બાદ જુદા જુદા સ્માર્ટ સિટીઓનું પ્રેઝન્ટેશન કમિટીના સભ્યોએ નિહાળ્યું હતું,