સ્વચ્છતા હી સેવા’ અભિયાન લોન્ચઃ સ્વચ્છતા મિશનથી ડાયરિયાના કેસમાં ઘટાડો- મોદી

0
115
NAT-HDLN-pm-narendra-modi-launched-swachhta-hi-seva-movement-today-upto-gandhi-jayanti-gujarati-news
NAT-HDLN-pm-narendra-modi-launched-swachhta-hi-seva-movement-today-upto-gandhi-jayanti-gujarati-news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ની શરૂઆત કરી. પીએમ મોદીએ સમાજના વિવિધ વર્ગોના લગભગ 2000 લોકોને પત્ર લખીને આ સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બનવા માટે આમંત્રિત કર્યા. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં પૂર્વ ન્યાયાધીશ, અવકાશ પ્રાપ્ત અધિકારી, વીરતા પુરસ્કારના વિજેતા તથા રાષ્ટ્રમંડળ અને એશિયન રમતોના મેડલ વિજેતાઓ સામેલ છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને પણ વ્યક્તિગત રીતે આ પત્ર મળ્યો છે. કેટલાક મુખ્ય ધાર્મિક નેતાઓ, ફિલ્મી હસ્તીઓ, ખેલાડીઓ, લેખકો અને પત્રકારોને પણ વડાપ્રધાનનો આ પત્ર મળ્યો છે. મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં વાત કરી રહ્યા છે તે દરમિયાન અમિતાભ બચ્ચન, રતન ટાટા સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યા. પ્રેસ કોન્ફરન્સ પછી મોદીએ પહાડગંજમાં આવેલી બાબાસાહેબ આંબેડકર હાયર સેકન્ડરી સ્કૂલની મુલાકાત લીધી. જ્યાં તેમણે હાથમાં ઝાડૂ લઈને સ્કૂલના પ્રાંગણની સફાઈ કરી અને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અંગે વાતચીત પણ કરી’સ્વચ્છતા હી સેવા મિશનનો ઉદ્દેશ બાપુનું સ્વપ્ન પૂરું કરવાનો છે’

– પીએમ મોદીએ કહ્યું કે, “સ્વચ્છતા હી સેવા મિશનનો ઉદ્દેશ બાપુનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનો છે. આજથી લઈને ગાંધી જયંતી સુધી બાપુના આ સ્વપ્નને પૂરું કરવાનો આપણે સંકલ્પ કરીએ. 4 વર્ષ પહેલા શરૂ થયેલું આ અભિયાન આજે બહુ મહત્વના તબક્કામાં પહોંચી ચૂક્યું છે. આપણે ગર્વથી કહી શકીએ છીએ કે દેશના તમામ વર્ગના લોકો આ મિશનમાં જોડાઈ ચૂક્યા છે.”

– “આ અભિયાનમાં દેશની નારીશક્તિનું બહુ મોટું યોગદાન છે. દેશના યુવાનો આ સોશિયલ ચેન્જના એમ્બેસેડર છે. જે રીતે તેમણે સ્વચ્છતાના આ સંદેશને આગળ ધપાવ્યો છે તે પ્રશંસાને પાત્ર છે. ભારતમાં સકારાત્મક બદલાવની દિશામાં દેશના યુવાનો મોખરે છે.”

‘ફક્ત શૌચાલય બનાવવાથી ભારત સ્વચ્છ નહીં થઈ જાય’

– “ફક્ત શૌચાલય બનાવવાથી ભારત સ્વચ્છ થઈ જશે એવું નથી. ટોયલેટની સગવડો આપવી, કચરાપેટીની સગવડો આપવી, કચરાના નિકાલની વ્યવસ્થા કરવી, આ તમામ ફક્ત એક માધ્યમ છે. સ્વચ્છતા એક આદત છે, જેને રોજબરોજની ટેવોમાં સામેલ કરવી પડે છે. આ સ્વભાવમાં પરિવર્તન કરવાનો યજ્ઞ છે, જેમાં દેશની દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહી છે.”

– “શું કોઇએ કલ્પના કરી હતી કે 4 વર્ષોમાં 450થી વધુ જિલ્લાઓમાં ખુલ્લામાં શૌચથી આપણે મુક્ત થઈ જઈશું? શું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષોમાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ જશે? આ ભારત અને ભારતવાસીઓની તાકાત છે.”
– “શું કોઈ વિચારી શકતું હતું કે ભારતમાં 4 વર્ષોમાં આશરે 9 કરોડ શૌચાલયોનું નિર્માણ થઈ જશે? શું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષોમાં લગભગ 4.5 લાખ ગામો ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ જશે?

NAT-HDLN-pm-narendra-modi-launched-swachhta-hi-seva-movement-today-upto-gandhi-jayanti-gujarati-news
NAT-HDLN-pm-narendra-modi-launched-swachhta-hi-seva-movement-today-upto-gandhi-jayanti-gujarati-news