હાથમાં ચંપલ લઈ ચંકી પાંડેને મારવા દોડી મહિલા કહ્યું,’તમે દૂષ્ટ છો કારણ કે…’

0
8

બોલીવુડના એક્ટર ચંકી પાંડે એક એવા એક્ટર છે, જેમણે ફિલ્મોમાં શાનદાર કોમેડીથી દર્શકોને હસાવ્યા છે, તો નેગેટિવ રોલમાં દર્શકોને ડરાવ્યા પણ છે. તાજેતરમાં જ ચંકી પાંડે પ્રભાસ સાથે ફિલ્મ ‘સાહો’માં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું, જેનું નામ હતું ‘દેવરાજ’. ચંકી પાંડેને આ રોલમાં ખૂબ જપ સંદ કરવામાં આવ્યા, પરંતુ આ રોલના કારણે તાજેતરમાં જ ચંકી પાંડે મુશ્કેલીમાં મુકાઈ ગયા. કંઈક એવું બન્યું કે લોકો ચોંકી ઉઠ્યા.

ઘટના એવી છે કે ચંકી પાંડે ક્યાંક બહાર ફરતા હતા ત્યારે એક મહિલાએ તેમને જોયા અને ચંપલ લઈને મારવા દોડી. જ્યારે ચંકી પાંડેએ તેને કારણ પૂછ્યું તો જવાબમાં આ મહિલાએ જે કહ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. ચંકી પાંડેએ એક ઈન્ટવર્યુમાં આ કિસ્સાનો ખુલાસો કર્યો છે.

IBT ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે ચંકી પાંડેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું,’આ ફિલ્મથી મને જે રિસ્પોન્સ મળ્યો તે જોઈને મને પણ આશ્ચર્ય થાય છે. હમણાં જ હું બહાર ગયો હતો, તે સમયે એક આંટી ચંપલ લઈને મને મારવા આવી ગઈ. મેં પૂછ્યું શું થયું ? મેં તમારી સાથે શું કર્યું ? તેના જવાબમાં આંટીએ કહ્યું તમે મારી સાથે કશું નથી કર્યું પરંતુ તમે બાહુબલી પ્રભાસનું ગળુ દબાવ્યું. ચંકી પાંડે તમે ખૂબ જ કમીના છો. અમે તમને પસંદ કરતા હતા પરંતુ હવે તમે દુષ્ટ થઈ ગયા છો. મને આ પ્રકારના રિસ્પોન્સ મળ્યા છે.’

ઉલ્લેખનીય છે કે બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહો 30 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર, ચંકી પાંડે, મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જૅકી શ્રોફ, મહેશ માંજરેકર, મુરલી શર્મા લીડ રોલમાં હતા. આટલી મોટી સ્ટારકાસ્ટ છતાંય ફિલ્મને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે. ફક્ત ફિલ્મના હિન્દી વર્ઝને જ 150 કરોડનો બિઝનેસ કર્યો છે.