હાર્દિક પટેલ કૉન્ગ્રેસ સાથે છેડો ફાડશે, પાટીદાર ગ્રુપમાં પોસ્ટર થયું વાઇરલ

0
14

એક સમયનો પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાલ કૉન્ગ્રેસી નેતા હાર્દિક પટેલનો શું હવે કૉન્ગ્રેસથી મોહભંગ થયો છે? શું હાર્દિક પટેલ ગમે ત્યારે કૉન્ગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે? આ સવાલો એટલા માટે ઊઠી રહ્યા છે. હાલમાં હાર્દિક પટેલ પેટાચૂંટણી માટે કૉન્ગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે અને બીજેપી સરકાર સામે ગંભીર આક્ષેપ કરી રહ્યો છે. એવા સમયે આ પોસ્ટરે ચર્ચા જગાવી છે જેમાં હાર્દિક પટેલના ફોટો સાથે લખ્યું છે કે તેમના માટે કોઈ પાર્ટી મહત્ત્વની નથી. સાથે ઉલ્લેખ કર્યો કે તે ફક્ત ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યો છે. શું આ પોસ્ટથી હાર્દિક પોતાની અનામત આંદોલનવાળી છાપ પાછી લાવવા માગે છે? શું હાર્દિક ફરી એક વાર રાજકીય નેતામાંથી આંદોલનનો નેતા બનવા માગે છે? આવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હાલ આ પોસ્ટર પાટીદારોના વૉટ્સઍપ ગ્રુપમાં પણ વાઇરલ થયું છે. જોકે જ્યારે આ બાબતે હાર્દિક પટેલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે આ પોસ્ટ ખૂબ જ જૂની છે અને તેના કોઈ સમર્થકે આ પોસ્ટ વાઇરલ કરી હોઈ શકે છે.