હાર્દિક બેંગલુરુથી સારવાર કરાવી પરત ફર્યો, ગાંધીજયંતિએ મોરબીના બગથળાથી ફરી આંદોલન આરંભશે

0
23
news/MGUJ-AHM-HMU-LCL-paas-convener-hardik-patel-return-from-bengaluru-2-october-start-patidar-andolan-gujarati-
news/MGUJ-AHM-HMU-LCL-paas-convener-hardik-patel-return-from-bengaluru-2-october-start-patidar-andolan-gujarati-

બેંગલુરૂના જિંદાલ નેચરક્યોર ખાતે સારવારને પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદ પરત ફર્યો હતો. ગાંધી જયંતિથી તે મોરબી જિલ્લાના બગથળા ગામથી ફરી પાટીદાર આંદોલન શરૂ કરવાનો છે. અમદાવાદ પરત ફરીને તેણે આંદોલનના આગામી તબક્કાની તૈયારીઓ આરંભી દીધી છે. તેણે ઓગસ્ટથી 19 દિવસના આમરણાંત ઉપવાસ કર્યા હતા પરંતુ સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપતાં સમાજની સંસ્થાઓએ પારણાં કરાવ્યા હતા.3 માંગો સાથે પ્રતિક ઉપવાસ

ગાંધી જયંતિથી રાજ્યના વિવિધ સ્થળોએ ફરીવાર પ્રતિક ઉપવાસ કરી આંદોલનનું શરૂ કરશે. હાર્દિક આ પ્રતિક ઉપવાસનો મોરબીના બગથળા ગામેથી પ્રારંભ કરશે. જેમાં તેની મુખ્ય ત્રણ માંગો એવી પાટીદાર સમાજને અનામત, ખેડૂતોનું દેવું માફ અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની રહેશે.

સરકારે નમતું ન જોખતા 19 દિવસના ઉપવાસ બાદ કર્યા હતા પારણાં

હાર્દિકે પાટીદાર અનામતની સાથે ખેડૂતોની દેવાં માફી અને સાથીદાર એલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મુદ્દે અગાઉ 19 દિવસના ઉપવાસ કર્યા હતા. તે સમયે સરકારે નમતું ન જોખતા અંતે હાર્દિક પટેલે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં પારણાં કરી લીધા હતા. આ ઉપવાસ દરમિયાન હાર્દિક પટેલની તબિયત વારંવાર લથડી હતી, જેને ધ્યાનમાં લઈને ઉપવાસ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલ બેંગાલુરુ ખાતેના જિંદાલ નેચર ક્યોરમાં સારવાર લઈ રહ્યો છે. આગામી 28 સપ્ટેમ્બરના રોજ હાર્દિકની સારવાર પૂર્ણ થયા બાદ ફરી એકવાર આંદોલન શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી.