હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ વાઘેલા

0
82
news/MGUJ-GAN-OMC-LCL-shankarsinh-vaghela-meeting-with-supporter-at-his-home-in-gandhinagar-gujarati-news
news/MGUJ-GAN-OMC-LCL-shankarsinh-vaghela-meeting-with-supporter-at-his-home-in-gandhinagar-gujarati-news

રૂપિયાની કથળેલી સ્થિતિ પર શંકરસિંહ વાઘેલાએ કટાક્ષ કરતા કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ, હાલની સ્થિતિ પર PM મોદી જ જવાબદાર છે, રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. દેશ અને પ્રદેશની જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે. મોદી કરેલા કામનો હિસાબ આપે, જનતાને આપેલી વચનોની ઉઘરાણી પ્રજા કરી રહી છે.હાલની સરકાર તમામ મોરચે નિષ્ફળ
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મે વડાપ્રધાન મોદીને 21મે 2014માં વિદાય સમારંભ સમયે કહ્યું હતું કે આપે આ દેશને અને રાજ્યની પ્રજાને વચનો આપ્યા છે. દેશ અને રાજ્યોમાં તમારી સરકાર છે. સાડા ચાર વર્ષ કેંદ્ર સરકારને થવા છતા જનતા વતી હિસાબ માગુ છું. કોઈ વ્યક્તિગત વાત કે ઉઘરાણી નથી, આ પ્રજા વતી ઉઘરાણી છે. પહેલા રોજગારીના વચનો આપ્યા હવે પકોડા તળવાની સલાહ આપો છો. દેશના ખેડૂતોને ભાજપ સરકાર દગો કરી રહી છે. ખેડૂતોને વિજળી, સિંચાઈના પાણી પુરા પાડવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ બની છે.હાલની સરકાર તમામ મોરચે નિષ્ફળ
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મે વડાપ્રધાન મોદીને 21મે 2014માં વિદાય સમારંભ સમયે કહ્યું હતું કે આપે આ દેશને અને રાજ્યની પ્રજાને વચનો આપ્યા છે. દેશ અને રાજ્યોમાં તમારી સરકાર છે. સાડા ચાર વર્ષ કેંદ્ર સરકારને થવા છતા જનતા વતી હિસાબ માગુ છું. કોઈ વ્યક્તિગત વાત કે ઉઘરાણી નથી, આ પ્રજા વતી ઉઘરાણી છે. પહેલા રોજગારીના વચનો આપ્યા હવે પકોડા તળવાની સલાહ આપો છો. દેશના ખેડૂતોને ભાજપ સરકાર દગો કરી રહી છે. ખેડૂતોને વિજળી, સિંચાઈના પાણી પુરા પાડવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ બની છે