હિના ખાનની જગ્યા લીધી આમના શરીફે

0
8

હિના ખાનની જગ્યાએ હવે સ્ટાર પ્લસ પર આવતી ‘કસૌટી ઝિંદગી કી 2’માં આમના શરીફ કમૌલિકાના પાત્રમાં જોવા મળશે.

‘કહીં તો હોગા’માં કશિશના પાત્રમાં જોવા મળેલી આમનાએ છેલ્લે ૨૦૧૩માં આવેલી ‘એક થી નાયિકા’માં કામ કર્યું હતું.

તે ૨૦૧૪માં આવેલી ‘એક વિલન’માં રિતેશ દેશમુખની પત્નીના પાત્રમાં જોવા મળી હતી.

‘કસૌટી ઝિંદગી કી 2’માં હિના ખાન કમૌલિકાના પાત્રમાં જોવા મળી હતી.

જોકે તેણે શોમાંથી એક્ઝિટ કરતાં આ માટે કમૌલિકાની શોધ ચાલી રહી હતી. આ શોધ હવે પૂરી થઈ છે. આ શો દ્વારા આમના શરીફ ફરી ટીવીમાં કમબૅક કરી રહી છે.

આ વિશે વધુ જણાવતાં આમનાએ કહ્યું હતું કે ‘મેં મારી પર્સનલ લાઇફ પર ધ્યાન આપવા માટે બ્રેક લીધો હતો. 

કમ્ફર્ટ ઝોનમાં રહીને લવ સ્ટોરી દ્વારા કમબૅક કરવાનું ખૂબ જ સરળ છે. જોકે ઍક્ટર તરીકે મને એ પસંદ નથી.

મારા દર્શકોને સરપ્રાઇઝ આપવા માટે મારે અલગ પાત્રની પસંદગી કરવી હતી. મને જ્યારે કમૌલિકાનું પાત્ર ઑફર થયું ત્યારે મને તરત અહેસાસ થઈ ગયો કે આ જ પાત્ર છે જેની હું રાહ જોઈ રહી હતી.