હૉસ્પિટલથી પાછા ફરતા જ ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, કહ્યું – આ શોષણ છે

0
344

હાલમાં જ શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર પોસ્ટ કરીને આ મામલે ખુલીને વાત કરી છે. અમિતાભ લખે છે કે, ‘પ્રોફેશનલ ડૉક્યુમેન્ટેશનની સીમાને મહેરબાની કરીને ન તોડો, બીમારીઓ અને મેડિકલ કંડીશન દરેક લોકોનો એક કૉન્ફિડેન્શિયલ રાઈટ છે, આ શોષણ છે અને આવું કરવું પણ સામાજિક રીતે ખોટું છે, ઈજ્જત આપો અને આ વાતને સમજો. દરેક વસ્તુ વેચાણની દુનિયા માટે નથી.’

આ સિવાય બિગ બીએ એક બીજા બ્લૉગમાં લખ્યું, ‘તમામને મારો પ્રેમ અને સન્માન, સારી સંભાળ માટે અને મારા માટે સતત દુઆ કરવા માટે.’ તમને જણાવી દઈએ કે મંગળવારે અડધી રાત્રે 3 વાગ્યે અમિતાભ બચ્ચનને મુંબઈના નાણાવટી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દરેક લોકોએ અમિતાભની બિમારી પણ મૌન સાધી રાખ્યું હતું. હાલમાં શુક્રવારે લગભગ રાત્રે 9 વાગ્યે બિગ બીને હૉસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન હૉસ્પિટલ માત્ર રૂટિન ચેકઅપ માટે ગયા હતા, જે પહેલાથી જ પ્લાન કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે શોનું શૂટિંગ પણ કેટલાક દિવસ માટે રોકી દેવામાં આવ્યું હતું. હવે અહેવાલ આવી રહ્યા છે કે અમિતાભ બચ્ચન મંગળવારથી કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરશે.