૨૦ વર્ષની સફર

0
28

ફિલ્મ ઉદ્યોગમાં લગભગ બે દાયકા પૂરા કરનાર અભિનેત્રી કરિના કપૂર ખાનને નાનપણથી જ ફિલ્મોમાં રસ હતો. તે પિતા સાથે સ્ટુડિયોમાં શૂટિંગમાં પણ જતી અને અભિનેત્રી બન્યા પછી તેણે સારી સફળતા મેળવી છે. આ પાતળી પરમારે લગ્ન અને માતા બન્યા પછી પણ પોતાની ફિટનેસ જાળવી રાખી છે, તે પણ એમ જ કહે છે કે હું અભિનય કરવા જ જન્મી છું અને મારા જીવનના અંત સુધી કરતી રહીશ, એવી આશા રાખું છું. ‘રેફ્યુજી’થી અભિનયની ૨૦૦૦માં અભિષેક બચ્ચન સાથે શરૂઆત કરનાર કરિનાએ ‘જબ વી મેટ’, ‘ઉડતા પંજાબ’, ‘વીરે દી વેડિંગ’, ‘ચમેલી’ અને ‘અશોક’ જેવી ઘણી સફળ ફિલ્મો આપી છે.

તે કહે છે, ‘મારા માટે આ ૨૦ વર્ષ બહુ અદ્ભુત રહ્યા છે. કેટલાક અદ્ભુત લોકો સાથે કામ કરવાની બહુ મજા આવી. હું અભિનય કરવા જન્મી છું, કારણ કે હું માનું છું કે, મારી ચાહત શું છે અને હું મારા જીવનના અંત સુધી અભિનય કરતી રહું એવી આશા ધરાવું છું.’

કરિના હવે પછી આમિર ખાન સાથેની ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. બંનેની સાથેની આ ત્રીજી ફિલ્મ હશે તે કહે છે, ‘મારા માટે આ ફિલ્મ સ્પેશિયલ છે. આમિર સાથે ફરી કામ કરવાનું મને ગર્વ છે, કારણ કે હું હંમેશાંથી તેની મોટી ચાહક રહી છું.’

અગાઉ કરિનાએ આમિર સાથે રિમા કાગતીની ‘તલાશ’ અને રાજકુમાર હિરાણીની ‘થ્રી ઈડિયટ્સ’માં કામ કર્યું હતું. તે કહે છે, હું જ્યારે પણ આમિર સાથે કામ કરું છું ત્યારે મને મારું સપનું સાચું પડતું લાગે છે, તે સિનેમા જગતનો જિનિયસ પર્સન છે. હવે ફરી તેની સાથે કામ કરતાં ફરી એક વખત સપનું સાચું પડવાની ક્ષણો માણી રહી છું.

‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ હોલીવૂડની કલાસિક ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર રીમેક છે. તેને અતુલ કુલકર્ણીએ લખી છે અને અદ્વૈત ચેહને ડિરેક્ટ કરી છે. આમિર ખાન તેમાં કો-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મ ૨૦૨૦ની ક્રિસમસમાં રજૂ થવાની છે.

કરિના ફરી તેના રેડિયો ચેટ શોની બીજી સિઝન લઈને આવી રહી છે, તેમાં તે પ્રથમ ગેસ્ટ તરીકે તેના પતિ સૈફ અલી ખાન સાથે ચેટ કરશે અને આધુનિક લગ્નો વિશે વાત કરશે.

કરિના કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બિંદાસ અભિનેત્રી ગણાય છે, માતા બન્યા પછી તે ફિટનેસના મામલા કેટલીયે અભિનેત્રીઓથી આગળ છે. તેનું તાજુ જ એક ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં તેનો એક વીડિયો વાઈરલ થયો છે,

જેમાં તે પાવડો લઈને જમીન પર ખોદતી જોવા મળે છે. તેની સાથે બીજી મહિલાઓ પણ છે, તે એ કામ બહુ આનંદથી કરી રહી હોવાનું દેખાય છે, તે ખોદકામ કરી રહી છે, પણ તે કેમ કરી રહી છે, તે સ્પષ્ટ થયું નથી, તેના ચહેરા પર મુસ્કાન દેખાય છે. તેણે કુર્તો અને જિન્સ પહેરેલું છે આ જ દરમિયાન તેની કેટલીક તસવીરો પણ બહાર પડી છે, જેમાં તે ગંદા થયેલા હાથ સાથે પોઝ આપતી જોવા મળે છે.

તેની ફિલ્મોની વાત કરીએ તો કરિના ‘લાલ સિંહ ચઢ્ઢા’ ઉપરાંત અક્ષયકુમાર સાથે ‘ગુડ ન્યૂઝ’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૯ના રીલિઝ થશે.