૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ

0
10
૨૪ કલાકમાં ૧૦ જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૧,૦૧૩ થઈ છે.
૨૪ કલાકમાં ૧૦ જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૧,૦૧૩ થઈ છે.

મુંબઈ: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૮,૮૪,૭૭૩ થઈ છે, એવું આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું. અલબત્ત, કોરોનાને કારણે કુલ ૬૫ મોત થયા હતા, પરિણામે કુલ મૃતકની સંખ્યા અત્યાર સુધીમાં ૪૮,૪૯૯ થઈ છે. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪,૩૫૮ દર્દીને સાજા થવાથી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરિણામે કુલ રિકવર કેસની સંખ્યા ૧૭,૭૪,૨૫૫ થઈ છે. રાજ્યમાં સારવાર હેઠળના કુલ દર્દીની સંખ્યા ૬૦,૯૦૫ થઈ છે. મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા ૫૮૬ થઈ છે, પરિણામે કુલ કેસની સંખ્યા ૨,૮૪,૯૯૦. ૨૪ કલાકમાં ૧૦ જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૧,૦૧૩ થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧.૧૯ કરોડ જેટલા દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા છે.દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ મહિનાના અંત સુધીમાં કોરોનાની રસી આપવાનું મોટા પાયે ચાલુ કરવાની પરવાનગી આપશે તો રાજ્યમાં પહેલા તબક્કામાં લગભગ ત્રણ કરોડ જેટલા લોકોને રસી મળશે.