અનેક રાજ્યોની સાથે યોજાનારી છે લોકસભાની ચૂંટણી, તમારો એક મત બદલી શકે છે સરકાર, ઘર બેઠા આ રીતે બનાવો તમારું વોટર આઇડી કાર્ડમધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ જેવા રાજ્યોની સાથે જ લોકસભાની ચૂંટણી પણ યોજાનારી છે.

0
183
NAT-UTL-UTLT-know-the-process-of-how-to-apply-voter-id-card-online-gujarati-news
NAT-UTL-UTLT-know-the-process-of-how-to-apply-voter-id-card-online-gujarati-news

તમારો એક મત સરકાર બદલી શકે છે. તેવામાં જરૂરી છે કે તમારી પાસે વોટર આઇડી કાર્ડ હોય, જેથી તમે વોટિંગ કરી શકો. આજે અમે વોટર આઇડી બનાવવાની પ્રોસેસ અંગે બતાવી રહ્યાં છીએ. તમે આ કાર્ડને ઘર બેઠાં ઓનલાઇન બનાવી શકો છો અને ક્યાંય ચક્કર લગાવવાની જરૂર નથી. પ્રોસેસ કર્યાના એક મહિનાની અંદર આઇડી કાર્ડ મળી જશે.

કેવી રીતે કરશો Apply
– રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની વેબસાઇટ www.nvsp.in પર જાઓ.
– અહીં તમને Apply online for registration of new voterનું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
– ક્લિક કરતાં જ ફોર્મ ઓપન થશે. જેમાં આપવામાં આવેલા તમામ ઓપ્શનમાં માહિતી ભરો અને સપોર્ટેડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
– આ ફોર્મને સાવચેતી સાથે ભરો. તમે જે ભૂલ કરશો એ તમારા વોટર આઇડીમાં દેખાશે.
– તમારે તમારો કલર ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં અપલોડ કરવાનો રહેશે.
– પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમને તમારા રજિસ્ટર્ડ ઇએમઇ આઇડી પર એક મેઇલ મળશે. જેમાં પર્સનલ વોટર આઇડીના પેજની લિંક હશે. જેમાં તમે તમારી વોટર આઇડી એપ્લિકેશનનું સ્ટેટ્સ ટ્રેક કરી શકો છો.
– એપ્લાય કર્યા બાદ ઇલેક્સન કમિશન અધિકારી તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરશે. ત્યારબાદ 1 મહિનામાં તમને વોટર આઇડી કાર્ડ પોસ્ટ થકી મોકલવામાં આવશે