અમદાવાદમાં પોલસકર્મીએ સિક્યુરિટી સુપરવાઈઝરને ઢોર માર માર્યો

0
79
પોલીસકર્મીએ માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહેતા મામલો બીચકયો.
પોલીસકર્મીએ માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહેતા મામલો બીચકયો.

અમદાવાદ : અમદાવાદ માં ફરી એકવાર પોલીસકર્મી ની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપરવાઈઝર ને માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસ્ક મુદ્દે પોલીસકર્મીએ સુપરવાઈઝરને માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ત્યારે અમદાવાદમાં પોલસકર્મી અને સિક્યુરિટી સુપરવાઈઝરને ઢોર માર માર્યાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. ફરી એક વખત અમદાવાદ પોલીસની દાદાગીરી સામે આવતા કાયદાના રક્ષક જ કાયદો તોડીને ધજાગરા ઉડાવ્યા છે. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે એક સોસાયટીના સિક્યુરિટી સુપરવાઇઝરને ઢોર માર માર્યો છે. પહેલા તો પોલીસકર્મીએ માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહીને સુપરવાઈઝરને માર માર્યો હતો. આ સાથે જ દબાણપૂર્વક ગાડીમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.અમદાવાદ પોલીસની આ દાદાગીરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં દેખાતા પોલીસ કર્મી ભરતભાઇ ભરવાડ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ભરતભાઇ ભરવાડ ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવવાની પણ ચર્ચા છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.