એર ફોર્સના પાયલટે પોતાનો જીવ ગુમાવીને અનેક લોકોને બચાવ્યા

0
148
saurasthra-kutch/kutch-air-force-accident-pilot-sacrifice-life-for-villagers
saurasthra-kutch/kutch-air-force-accident-pilot-sacrifice-life-for-villagers

મંગળવારે સવારે વાયુ સેનાનું ફાઈટર એરક્રાફ્ટ જગુઆર કચ્છના મુંદ્રામાં અકસ્તમાનો શિકાર બન્યું. આ અકસ્માતમાં પાયલટ સંજય ચૌહાણ શહીદ થઈ ગયા. ચૌહાણે પોતાનો જીવ ગુમાવીને અનેક લોકોના જીવ બચાવી લીધાચૌહાણે દુર્ઘટના પહેલા એરક્રાફ્ટ જગુઆરને નંદી સરોવર નજીક લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પછી જીવ જોખમમાં મુકીને ખાલી ખેતરમાં પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું. તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ પછી તેમનું મૃત્યુ થયુ હતું.રક્ષા પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મનિષ ઓઝાએ જણાવ્યું કે, 50 વર્ષીય ચૌહાણને 16 ડિસેમ્બર, 1989ના રોજ વાયુસેનાના યુદ્ધક ગ્રુપમા શામેલ કરવામાં આ્યા હતા અને તે એક ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર(QFI) હતા. તેમની પાસે વાયુસેનાના પાયલટ તરીકે 3800 કલાકથી વધારેની ઉડાનનો અનુભવ હતો. પોતાની સેવા દરમિયાન તે ટેસ્ટ પાયલટ સ્કૂલના પ્રમુખ જેવા અનેક મહત્વપૂર્ણ પદ પર રહ્યા છે.જો આ પ્લેન ગામ પર પડતું તો અનેક લોકોના મોત થતા. બની શકે કે તેમણે લોકોના જીવ બચાવવા માટે સીટ તે સમયે ન છોડી અને પોતાનો જીવ ગુમાવ્યો.