એ યુ બેન્કે વ્હોટ્‌સએપ પર એકાઉન્ટ ખોલવા શરૂ કર્યું

0
71

અમદાવાદ, તા.૧૯
એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કે વ્હોટ્‌સએપના માધ્યમ દ્વારા પોતાના બચત ખાતા ખોલવાની અનોખી પહેલની જાહેરાત કરી છે. આ સેવાઓ કરીક્સ મોબાઇલથી સજ્જ છે, જે એડવાન્સ્ડ મલ્ટી ચેનલ કન્વરસેશનલ અને કોમ્પ્યુટ સ્ટેશન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. કરીક્સના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એયુ બેન્કના રસ ધરાવતા ગ્રાહકો વ્હોટ્‌એપ પર ચેટ જેવા ઇન્ટરફેસનો ઉપયોગ કરીને પાંચ મિનીટ કરતા ઓછા સમયમાં બચત ખાતુ ખોલાવવા સક્ષમ બનશે.

આ સેવા એયુ બેન્કની બ્રાન્ડ વેલ્યુનું વિસ્તરણ છે જે નાણાંકીય સમાવેશીતાની આસપાસ ફરે છે અને પોતાના ગ્રાહકોને સરળ બેન્કિંગ અનુભવ ઓફર કરે છે. આ અનેક ઇન્ટરેક્ટીવ સેવાઓમાંની એક રહેશે જે બેન્કે વ્હોટ્‌સએપ પર લોન્ચ કરવાનું ધારે છે. કરીક્સ મોબાઇલના એકશનેબલ મેસેજીંગ કોમ્પ્યુટ પ્લેટફોર્મની સજ્જતા સાથે એયુ બેન્ક દ્વિ-માર્ગીય વાતચીત, ઓટોમેટ અને વિસ્તરિત ગ્રાહક અનુભવ પ્રોસેસ કરવાં અને વ્હોટ્‌સએપ બિઝનેસ સોલ્યુશનનો ઉપયોગ કરીને તેના ગ્રાહકો સાથે માઇક્રો એંગેજમેન્ટનું સર્જન કરવા માટે સક્ષમ બનશે. આ સેવાના લોન્ચ કરતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી અને સીઇઓ શ્રી સંજય અગરવાલે જણાવ્યું હતું કે, વ્હોટ્‌સએપ ટૂંક સમયમાં જ વિશ્વમાં લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. તે યૂઝર ફ્રેંન્ડલી ઇન્ટરફેસ દ્વારા અનેક પ્રકારના ફીચર્સ ઓફર કરે છે.

લોકોના જીવન પર તેણે જે મોટી અસર કરી છે તેને ધ્યાનમાં લેતા અમે, એયુ બેન્કે આ સંભવિત ઓડીયન્સ સાથે સામેલ થવા માટે આ પ્લેટફર્મનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. દરમ્યાન કરીક્સ મોબાઇલ સીઓઓ શ્રી દીપક ગોયલે જણાવ્યું કે, હલચલ મચાવી દેનારી વ્હોટ્‌સએપ બેન્કિંગ સેવા એયુ બેન્ક સાથેની ભાગીદારી એક વિશેષાધિકાર છે. મેસેજીંગ એપ બેન્કિંગ સેવાઓ રજૂ કરવી તે હંમેશા પડકારજનક કાર્ય રહ્યું છે, કેમ કે બેન્કએન્ડ અનેક એપ્લીકેશન્સ અને પ્રક્રિયાઓ છે જેને જોડવાની જરૂરિયાત છે અને સલામત રીતે ઓટોમેટ કરવી આવશ્યકતા છે. આ સેવા રજૂ કરવામાં અમે ગર્વ લઇએ છીએ અને આ સેવાને કેટલો આવકાર મળે છે તે જોવા માટે ઉત્સાહી છીએ. બેન્ક માને છે કે ડિજીટલને અપનાવવાના અંતરાયને દૂર કરવામાં જ્યાં વ્હોટ્‌સએપ અગત્યનો ભાગ ભજવે છે ત્યારે ખાસ કરીને ટિયર-૨થી ચાર શહેરોમાં જ્યાં ભારતીય પ્રજાને જોડવા માટે બિઝનેસીસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ઘણી બધી તકો છે. ભારતના ૨૦૦ મિલીયન જેટલા માસિક સક્રિય યૂઝર્સ ધરાવતી મેસેજીંગ એપ પર ગ્રાહકોને પ્રાથમિક બેન્કિંગની મંજૂરી આપીને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, જ્યાં ગ્રાહકો છે ત્યાં બેન્કને લઇ જઇને બેન્કિંગ ઉદ્યોગને પ્રસ્થાપિત કરી રહી છે. અમારા બચત ખાતા અમારી ટેબ આધારિત એપ્લીકેશનથી ખુલી રહ્યા છે તેની ટકાવારી ઘણી મોટી છે. અમારા રોજબરોજની કામગીરીમાં નવી ટેકનોલોજી અપનાવીને ગ્રાહકો માટે અમારી બેન્કને પસંદગીની બેન્ક બનાવવાનો પ્રયત્ન છે.