કર્ણાટકમાં મેન્ડેટ કોંગ્રેસ વિરુદ્ધ, જોડાણ અપવિત્ર: અમિત શાહ

0
388
Only Congress and JD(S) are celebrating, not Karnataka people: Amit Shah
Only Congress and JD(S) are celebrating, not Karnataka people: Amit Shah
'Karnataka mandate pro-BJP’, Amit Shah poses 5 questions to Congress, JD(S)
‘Karnataka mandate pro-BJP’, Amit Shah poses 5 questions to Congress, JD(S)

કોંગ્રેસને હરાવી શકે તેવા પક્ષને જીતાડવાનો પ્રજાએ મેન્ડેટ આપ્યો હોવાનો શાહનો દાવો
નવી દિલ્હી:
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકમાં પોતાના પક્ષની સરકાર રચવામાં મળેલી નિષ્ફળતાનો એમ કહેતા બચાવ કર્યો કે સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનો દાવો તેઓ જ કરી શકે છે. કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને તેમણે અપવિત્ર ગણાવ્યું હતું. ભાજપ પર સરકાર રચવા હોર્સટ્રેડિંગનો સહારો લેવાના પ્રયાસના આક્ષેપો બદલ શાહે જણાવ્યું કે, કોંગ્રેસે તો સમગ્ર તબેલો જ ખરીદી લીધો છે. તેમણે કોંગ્રેસ પર સુપ્રીમમાં ખોટું બોલવાનો આક્ષેપ કર્યો કે યેદિયુરપ્પાએ બહુમત સિદ્ધ કરવા રાજ્યપાલ પાસેથી 7 દિવસનો સમય માંગ્યો હતો. યેદિયુરપ્પા સરકાર પડી ગયા બાદ પ્રથમ વખત શાહે ફક્ત કર્ણાટક મુદ્દે સોમવારે મીડિયા સાથે વાતચીત કરી હતી.

ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસ વિરુદ્ધ છે. પ્રજાએ કોંગ્રેસને જે હરાવી શકે છે તેમને જીતાડ્યું હતું. શાહે જણાવ્યું કે, ‘કર્ણાટકની પ્રજાએ અમને મેન્ડેટ આપ્યો છે. જે કોંગ્રેસની વિરુદ્ધ હતો. જેડીએસ પણ એવી બેઠકો પરથી જીત્યું છે જ્યાં ભાજપનું સંગઠન નબળું હતું. આ જનાદેશ કોંગ્રેસના વિરોધમાં છે. તેમના અડધાથી વધુ મંત્રીઓ ચૂંટણી હાર્યા, તેમના સીએમ પણ હાર્યા. સિદ્ધારમૈયા બીજી બેઠક પરથી ખુબજ ઓછા માર્જિનથી જીત્યા હતા.’

અમિત શાહે જણાવ્યું કે, ‘અમે કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર, કુશાસન, તુષ્ટિકરણ, દલિત ઉત્પીડન અને મહિલા ઉત્પીડનની વધતી ઘટનાઓ મુદ્દે ચૂંટણી લડી. કર્ણઆટકમાં 3,700 ખેડૂતોએ પાંચ વર્ષમાં આત્મહત્યા કરી છે. આ તમામ બાબતો એક નિષ્ફળ સરકારની ચાડી ખાય છે. અમે આ મુદ્દા સાથે ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારે કર્ણાટક માટે પણ કર્યું, દેશ માટે ઘણું કર્યું છે. આઝાદી પછી સૌથી વધુ ફંડ અને પ્રોજેક્ટ્સ કર્ણાટકને આપવાનું કામ પીએમ મોદીની સરકારે કર્યું.’

‘સરકાર રચવાનો દાવો ના કરીએ તો થયું હોત પ્રજાનું અપમાન’

ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે, ‘કેટલાક લોકો એક દુષ્પ્રચાર ઉભઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પૂર્વ બહુમત ના હોવા છતાં ભાજપે સરકાર રચવા પ્રયાસ શા માટે કર્યો. અમે સૌથી મોટો પક્ષ હતા, એટલે અમારો દાવો બને છે. જો અમે દાવો ના કરીએ તો તે કર્ણાટકની પ્રજાના જનાદેનું અપમાન ગણાત. પ્રજાનો જનાદેશ કોંગ્રેસ વિરુદ્ધ હતો, જેથી અમારા દાવામાં ખોટું કંઈ નહતું.’ ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો છતા ભાજપે સરકાર રચી તે અંગેના પ્રશ્નનો જવાબ આપતા શાહે જણાવ્યું કે, આ રાજ્યોમાં કોંગ્રેસે સૌથી મોટો પક્ષ હોવાનો દાવો જ રજૂ કર્યો નહીં.

પ્રજાએ ભાજપને આપ્યો જનાદેશ

શાહે જણાવ્યું કે પ્રજાએ ભાજપને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. લોકોએ કોંગ્રેસને નકાર્યો અને જે કોંગ્રેસને હરાવી શકે છે તેમને જીતાડ્યા હતા. ભાજપ લગભગ 13 બેઠકો નોટા કરતા પણ ઓછા માર્જીનથી હાર્યું છે. આ જણાવે છે કે ભાજપને જનાદેશ આપવાનો પ્રજાએ પુરો પ્રયાસ કર્યો હતો.