કોરોનાથી સંક્રમણ છીનવી રહ્યું છે આંખોની રોશની

0
45
હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે 15 દિવસમાં ઇએનટી ડૉકટર્સની સામે કોવિડ-19ના લીધે ફંગલ સંક્રમણના 13 કેસ સામે આવ્યા છે, જેમાં 50 ટકા કેસમાં દર્દીઓની આંખની રોશની જતી રહી.
હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે 15 દિવસમાં ઇએનટી ડૉકટર્સની સામે કોવિડ-19ના લીધે ફંગલ સંક્રમણના 13 કેસ સામે આવ્યા છે, જેમાં 50 ટકા કેસમાં દર્દીઓની આંખની રોશની જતી રહી.

કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)માંથી બહાર નીકળ્યા બાદ કેટલાંય પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે. આ વાત ડૉકટર્સને શરૂઆતથી ખબર હતી. પરંતુ હવે એક એવા દુર્ભલ અને જીવલેણ ફંગલના સંક્રમણની ખબર પડી છે કે જેમાં આંખોની રોશની છીનવી લે છે. તેના લીધે નાક અને જડબાના હાડકા હટાવા પડે છે. કેટલાંક કિસ્સાઓમાં તેની મગજ પર પણ અસર થાય છે જ્યાં 15 દિવસમાં અડધા લોકોના મોતો થઇ જાય છે. તેને બ્લેક ફંગસ કે Mucormycosisના નામથી ઓળખાય છે. દિલ્હી (Delhi)ની સર ગંગારામ હોસ્પિટલ (Sir Gangaram Hospital)માં છેલ્લાં 15 દિવસની અંદર 13 આવા કેસ સામે આવ્યા છે.Mucormycosisને પહેલાં zygomycosis નામથી ઓળખાતો હતો. આ mucormycetes નામના મોલ્ડસની જગ્યાએ થનાર ઇન્ફેકશનથી થાય છે. Mucormycosis મુખ્યત્વે એ લોકોને અસર કરે છે જેમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ હોય છે અથવા તો એવી દવાઓ લે છે જેનાથી શરીરના કીટાણુઓ અને બીમારીથી લડવાની કેબિલયત ઓછી હોય છે.હોસ્પિટલના અધિકારીઓએ સોમવારના રોજ કહ્યું કે આંખ-નાક-ગળા (ENT) ડૉકટર્સની સામે છેલ્લાં 15 દિવસમાં આવા 13 કેસ સામે આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ ચિંતાજનક સમસ્યા દુર્લભ છે પરંતુ નવી નથી. તેમણે કહ્યું કે કોવિડ-19થી થનાર ફંગલ સંક્રમણ તેમાં નવી વાત છે.