Friday, May 17, 2024
HomeGujaratAhmedabadગુજરાત બજેટ-૨૦૧૯-૨૦: આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગારમાં વધારો

ગુજરાત બજેટ-૨૦૧૯-૨૦: આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગારમાં વધારો

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img
  • ખેડૂતો માટે રૂ.500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉભુ કરાશે, મળશે મોટી નાણાંકીય મદદ । લોકસભા ચૂંટણીને પગલે 4 મહિનાના વહીવટી ખર્ચ અને ચાલુ યોજનાકીય ખર્ચને મંજૂરી અપાશે | “મા વાત્સલ્ય” કાર્ડમાં આવક મર્યાદા 4 લાખ, સુરક્ષા કવચ 5 લાખ થયું

ગાંધીનગર:
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આજે પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ બજેટ રજૂ કર્યું હતુ. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહ્યાં છે.
નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે, રાજ્યમાં ભાજપની સરકારથી સૌનો સાથ સૌનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનાં ઋણી છીએ. રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે. ખેડૂતો માટે બોલતા જણાવ્યું કે, ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પીએમ મોદીએ કેન્દ્રનાં બજેટમાં જે ખેડૂત માટેની જાહેરાત થઇ છે તે માટે રાજ્યનાં તંત્રએ ખેડૂતની મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે જેનાથી ખેડૂતોને લાભ મળશે.
બજેટ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ અને દુનિયાએ ગુજરાતની વિકાસગાથાની નોંધ લીધી છે. સરકાર રાજ્ય વિકાસ માટે સતત આગળ વધી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે,-મહાત્મા ગાધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીમ માટે આગવી ઉજવણી
-જી.એસ.ડી.પી વિકાસદર નાણાકીય શિસ્ત વ્યવસ્થાપન માં ગુજરાત મોખરે
-વાર્ષિક વૃધ્ધિ દર ૯.૯ ટકા છે જે દેશના મોટા રાજયોમાં સૌથી ઊચો
-દેશના જીડીપી માં 7.8% હિસ્સો ગુજરાતનો
-ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. ૧,૭૪,૬૫૨ જે ૧૨.૬ ટકા વધુ
-નિકાસમાં ગુજરાત દેશભરમા પ્રથમ કુલ ઔધ્યોગિક ઉત્પાદનમા ૧૬.૮ ટકા હિસ્સો. અછત સમયે ખેડુતોના પડખે સરકાર
-96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય
-પશુધન ને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા
-ખેડૂતોને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી રાજય સરકારને 436 કરોડનુ વધારાનુ ભારણ
-ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતો ને મદદરૂપ થવા 2285 કરોડનુ ખાસ સહાય પેકેજ
શહેરી વિકાસ:
-મહાનગરપાલિકા મા 54 , નગરપાલિકા મા 21 મળી કુલ 75 ફલાય ઓવર બનશે
-૩૭ રેલ્વે ફાટકો પર ઓવર બ્રીજ અને અંડરબ્રીજ બનશે : 750 કરોડ ખર્ચાશે
-મહાનગરો અને નગરોમા નવા વિસ્તારોમા સવલતો માટે રૂ 500 કરોડ ફાળવાયા
-મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજનામા 700ઇલેકટ્રીક બસો મંજૂર
-મેટ્રો રેલના ફેઝ 1ના કામો પૂર્ણતાના આરે 2020 મા પ્રોજેકટ પૂર્ણ કરાશે
-પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7.64 લાખ આવાસ પુરા પડાશે
નર્મદા: નર્મદા યોજના માટે રૂ 6945 કરોડની જોગવાઇ પેકી કચ્છ માટે રૂ 430 કરોડ,ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પંપીગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરોડ,
કૃષિ: કૃષિ ઉત્પાદનમા 12.11 ટકા દરે વૃધ્ધી
-પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ
-ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વીગ ફંડ
-ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમા 500 કરોડની સહાય
-હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
-બાગાયત પાક ઉત્પાદન 2021-22 મા 18.55 લાખ હેકટર લ ઇ જવાશે
-પશુધનવસ્તિ ગણતરીમા 15.36 ટકા સાથે દેશમા ગુજરાત પ્રથમ
-સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ 300 કરોડની સહાય
-પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
-અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ
-હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત,ડીપ સી ફીસીગ યુનિટ
-ઝીગા ઉછેર માટે 7500 હેકટર જમીન ફાળવાશે 25000 ઝીગા ઉછેરકોને રોજગારી
-બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ 12 ના બદલે રૂ 15 પ્રતિ લીટર સબસીડી અપાશે. 10,677 બોટધારકોને લાભ
-વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે
-પાકિસ્તાન જેલમા રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150 ના બદલે રૂ 300 અપાશે
માર્ગ મકાન: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2019-20મા બે હજાર કરોડના રસ્તા,પુલોના કામો મંજૂર
-33497 ગામ પરાને માર્ગોથી જોડી દેવાયા
-મહાનગરોમા 950 કી.મીના 3500 કરોડના કામો પ્રગતિમા
-6500 કરોડના ખર્ચે 135 રેલ્વે ઓવરબ્રીજ બનાવાશે: 75 ના કામો પ્રગતિમા
-નેશનલ હાઇવે પર આઠ ફ્લાય ઓવર
-ઘડુલી-સાતલપુર ને રૂ 323કરોડ ના ખર્ચે શરૂ કરાયુ
-અમદાવાદ શંખેશ્વર 20 કરોડના ખર્ચે 103 કી.મી. પગદંડી બનાવાશે
-૧૧ તાલુકા સેવા સદન 125 કરોડના કામો સહિત 709 મકાનોના કામ રૂ 4447 કરોડ ખર્ચાશે
-છેલ્લા બે વર્ષમા 595 કરોડના ખર્ચ 2285 કવાર્ટર નુ બાધકામ પૂર્ણ 333 કરોડના ખર્ચે 1532 કવાર્ટરના કામો પ્રગતિમા
વિજ્ઞાન: ભારત નેટ ફેજ-ટુ માટે રાજ્ય સરકારે gujarat fiber grid નેટવર્ક ની સ્થાપના કરેલ છે જે અંતર્ગત ૭૫૨૨ ગ્રામ પંચાયત ને આવરી લેવામાં આવશે. બાકીની પંચાયતોને ભારતનેટ ફેજ-૧ હેઠળ આવરી લેવામાં આવી છે.
-સાયન્સ સીટીના આ વર્ષે આઠ લાખ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી છે.
-ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી માટે રાજ્ય સરકારે ગાંધીનગરમાં 10 એકર જમીન ફાળવેલ છે.
સુશાસન: સમગ્ર રાજ્યમાં આ વર્ષે ૨૨૭૭ સેવા સેતુ કાર્યક્રમ થકી ૪૬ લાખ નાગરિકોને એક જ સ્થળેથી જરૂરી વ્યક્તિલક્ષી સેવાઓ આપવામાં આવી છે. -ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)એપ્રિલ 2017 થી અત્યાર સુધી રૂપિયા ૯,૦૦૦ કરોડનું ચૂકવનુ થયેલ છે.
કાયદો અને વ્યવસ્થા: દેશ વ્યાપી ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક system project ગુજરાતને પ્રથમ સ્થાન મળેલ છે
-ઈ-ગુજકોપ પ્રોજેક્ટને NCRB બેસ્ટ પ્રેકટીસ એવોર્ડ મળેલ છે.
-સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ૧૧૭૫ લોકેશન પર ૭૪૬૩ CCTV કેમેરા લગાડવામાં આવનાર છે.
-પોલીસ દળમાં આગામી વર્ષમાં 97 13 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જેમાં 554 જેલ સિપાઈ નો સમાવેશ થાય છે
નાણાકીય વ્યવસ્થાપન: રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી
-રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
-વર્ષ 2016-17 માં રાજ્ય સરકારની આવક 64,443 કરોડ હતી તે વર્ષ 2017-18 માં વધીને 71,549 કરોડ થઇ છે.
પાણી પુરવઠો: અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોભનાથ, દેવભૂમિદ્વારકા, કચ્છ ખાતે આઠ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે
-સાત જીલ્લામા 2800 કરોડના 10 પાણી પુરવઠા યોજના કામો પ્રગતિમા
-પોરબંદર જીલ્લા ના 84 ગામ, 4 શહેરો મા -રૂ 118 કરોડના કામ પ્રગતિમા
‍-૧૩૫ કરોડના ખર્ચે અંજાર થી કુકમા બલ્ક પાઇપ લાઇન કાભ પ્રગતિમા
-પાટણ જિલ્લામા 48 ગામોમા 94કરોડના કામો પ્રગતિમા
ગ્રામ વિકાસ: સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ પાચ વર્ષમા 3056 કરોડ ખર્ચાયા
જળસંશાધન: 18 હજાર ગામોમા 15 ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળ અભિયાન યોજાશે
-સૌની યોજના પ્રથમ તબક્કામા 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યા, ફેઝ 2 મા 57 જળાશયો જોડાશે 11,216 કરોડનુ ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર
-બનાસકાઠા માટે રૂ 623 કરોડના ખર્ચ થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના
-ઉચ્છલ નીઝર સોનગઢ ના 69,000 વિસ્તાર માટે 912 કરોડ ના ખર્ચે ઉકાઇ યોજના
-૭૧૫ કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના
-દાહોદ મા 185 કરોડની કડાણા દહોદ યોજના
-જળ સંચયના કામો માટે રૂ 329 કરોડનો ખર્ચ કરાશે
આરોગ્ય: મા અને મા વાત્સલ્ય યોજનાના રાજયના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ
-મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ
-આશા ફેસીલેટર બહેનોના મહેનતાણા મા મસિક રૂ 2000નો વધારો
-પાલનપુર, દહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા
-સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડ ની હોસ્પિટલનુ લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે
-ગાધીનગર સોલા સીવીલ હોસ્પિટલને સુપરસ્પેશયા લીટીમા અપગ્રેડ કરાશે
મહિલા સશકતિકરણ: દોઢ લાખ વિધવા બહેનોના પુત્રની ઉમર કોઇપણ હોય તેમ છતા પેન્શનનો લાભઃ1000 ના બદલે 1250 નુ પેન્શન રાજયને 349 કરોડનુ ખર્ચ સવા બે લાખ વિધવા બહેનોને લાભ
-53 હજાર આગણવાડી મા કાર્યરત આગણવાડી કાર્યકર બહેનો ના વેતનમા રૂ 900 નો વધારો માસિક રૂ 7200 અપાશે: તેડાગર બહેનોના પગારમા 450 વધારી માસિક રૂ 360 આપશુ
-આઇસીડીએસ ની યોજના માટે 2283 કરોડ ખર્ચાશે
સામાજિક વિકાસ: અનુ જાતિના 44હજાર વિદ્યાર્થિઓને 66 કરોડના ખર્ચે રહેવા જમવા ભણવાની સુવિધા8 નવા સમરસ છાત્રાલયો શરૂ કરાશે
-વૃધ્ધ પેન્શનમા 50 ટકાનો વધારો કરી રૂ ૫૦૦ ના બદલે રૂ 750અપાશે
-આદિજાતિ વિકાસ નિગમ ને વ્યકતિલક્ષી ધિરાણ યોજના મા દોઢ ગણો વધારો: 150 કરોડનો સપોર્ટ
આદિજાતિ વિકાસ: આદિવાસી બાળકોના શિક્ષણ.માટે વિશાળ માળખુ: 2 લાખ આદિવાસીને લાભ
-આદિવાસી બાળકોને શિષ્યવૃત્તી, ટેલેન્ટપુલ ની યોજના માટે રૂ 600 કરોડના ખર્ચે17 લાખ ને લાભ
-ગરૂડેશ્વર ખાતે નેશનલ ટ્રાયબલ મ્યુજીયમ

રાજ્યના બજેટનો ઈતિહાસ: ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાખાતાનો હવાલો પણ સંભાળતા હતા. આમ તો નાણાંકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં શરૂ થતું હોય છે, પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયું હતું. કારણ કે, અલગ ગુજરાત રાજ્ય 1મે, 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂ.115 કરોડનું હતું. જેમાં મહેસુલી આવક રૂ.54 કરોડ 25 લાખ અને ખર્ચ રૂ.58 કરોડ 12 લાખ હતો. આ બજેટમાં રૂ.3 કરોડ 87 લાખની ખાધ બતાવાઈ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here