પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે

0
20
મમતા બેનરજી શનિવારે બપોરે 12.15 વાગ્યાના શંખનાદ સાથે પદયાત્રા શરૂ કરશે. બેનરજીના આ કાર્યક્રમમાં મોટા નેતાઓ શામેલ થશે.
મમતા બેનરજી શનિવારે બપોરે 12.15 વાગ્યાના શંખનાદ સાથે પદયાત્રા શરૂ કરશે. બેનરજીના આ કાર્યક્રમમાં મોટા નેતાઓ શામેલ થશે.

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ માં આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને પ્રતીક અને વિચારોની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ)ની 125મી જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક બાજુ પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે તો બીજી તરફ સીએમ મમતા બેનરજી આઠ કિલોમીટર લાંબી પદયાત્રા કરશે. વડાપ્રધાન મોદી કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસ સમારંભના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં સીએમ મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, એવું સ્પષ્ટ નથી થયું કે તેઓ કાર્યક્રમમાં શામેલ થશે કે નહીં. જો મમતા બેનરજી આ કાર્યક્રમમાં શામેલ થશે તો ચૂંટણી પહેલાની રાજનીતિની એક મોટી તસવીર સામે આવશે, જેમાં સીએમ મમતા બેનરજી અને પીએમ મોદી એક સાથે એક કાર્યક્રમમાં નજરે આવશે.બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23 જાન્યુઆરીના રોજ સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર યોજાઈ રહેલો કાર્યક્રમ રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. બંગાળમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી બંગાળી અસ્મિતા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ટીએમસી પોતાને બંગાળની સંસ્કૃતિની રક્ષક કહે છે.