મેડિક્લેમ કૌભાંડ:વડોદરામાં સર્જરીનાં ખોટાં બિલથી 2.58 લાખનો વીમો પકવવાનો કારસો, ડભોઇ રોડની ડેન્ટિસ્ટ પત્ની અને ફિઝિશિયન પતિનું કારસ્તાન

0
20

મહિલાએ ડોક્ટર અને લેબોરેટરીના કર્મચારીની મદદથી મેડિક્લેમ પકડવવા માટે ખોટા બીલો તૈયાર કરાવ્યા હતા

ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિક્લેમ રજૂ કરનારી મહિલા હજી સુધી પોલીસની પકડમાં આવી નથી

ઘૂંટણની સર્જરીનાં ખોટાં બિલથી મેડિક્લેમના 2.58 લાખ પડાવવાની કોશિશ કરનાર ડોક્ટર, લેબોરેટરીનો પૂર્વ કર્મચારી અને પતિ-પત્ની સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે સંન્નિધિ હોસ્પિટલના ડોક્ટર, લેબના કર્મચારી અને મેડિક્લેમ ધારકના પતિની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ડભોઇ રોડની કાન્હા ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતાં ડેન્ટિસ્ટ સેજલબેન ભાવેશ કુકડિયાએ 27 એપ્રિલ, 2019માં રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હતો. મહિલાએ હેલ્થ ઇન્સ્યોરન્સ થકી ઘૂંટણનું ઓપરેશન કર્યું હોવાથી 16 જુલાઈ, 2020ના રોજ રૂ.2,58,984 નો મેડિક્લેમ મેળવવા અરજી કરી હતી. મહિલાએ મેડિક્લેમની રકમ મેળવવા વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પરિવાર ચાર રસ્તાની સંન્નિધિ હોસ્પિટલમાં સારવાર કરાવ્યાનાં બિલ, ઝવેરી પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટની ફાઇલ ઇન્સ્યોરન્સ કંપનીની ટીપીએ (મેડિકલ આસિસ્ટ)માં મૂકી હતી. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ફાઇલની ખરાઈ કરવા સંન્નિધિ હોસ્પિટલના ડો. અનિમેષ સોલંકીને પૂછતાં તેમણે સેજલબેન નામના કોઈ દર્દીએ તેમની હોસ્પિટલમાં સારવાર લીધી નથી, આ મહિલાએ તેમની હોસ્પિટલના ડોક્યૂમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે, તેમ લેટરપેડ પર લખી આપ્યું હોવાનું બહાર આવ્યું હતું.સેજલબેને કંપનીમાંથી 27 એપ્રિલ-2019ના રોજ પોલીસી લીધી હતી, જેની મુદત 26 એપ્રિલ-2020 સુધી હતી. ત્યારબાદ સેજલબેને 16 જુલાઇ-2020ના રોજ ડોકયુમેન્ટ્સ ટીપીએ કંપનીને જમા કરાવી 2,58,984નો મેડિક્લેમ મેળવવા અરજી કરી હતી. જેથી કંપનીને શંકા જતા અમારી કંપનીએ ખાનગી ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન સેજલબેને વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સંન્નધી હોસ્પિટલના બીલ તથા લેબોરેટરીના રિપોર્ટ રજૂ કર્યાં હતાબીજી તરફ કંપનીની તપાસમાં ડો.અનિમેષ સોલંકીએ જ સેજલબેનની ખોટી રીતે હોસ્પિટલમાં એડમિશનની એન્ટ્રી કરી સારવારની મેડિકલ હિસ્ટરીની નોંધ કરી સર્જરી કરી હોવાનું તેમજ દવા અને સર્જીકલ સામગ્રીનો ઉપયોગ કર્યો હોવાના ડોક્યૂમેન્ટ બનાવી મહિલાને વીમો પકવવામાં મદદ કરી હતી. સેજલબેનની સાથે તેમના તબીબ પતિ ભાવેશ કુકડિયાએ પણ કાવતરામાં સાથ આપ્યો હતો. મહિલાએ 23 એપ્રિલ, 2020ના રોજ ઝવેરી પેથોલોજી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યા હોવાનાં બિલ ફાઇલમાં મૂક્યાં હતાં. આ બાબતે કંપનીએ ઝવેરી પેથોલોજીના ડો.અંકિત ઝવેરીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, જાન્યુઆરી-2019માં લેબોરેટરી બંધ કરી દીધી છે તેમજ કોઈ દર્દીને લેટરપેડ પર લખાણ આપ્યું નથી.સેજલબેને ઝવેરી પેથોલોજી લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે બાબતે પણ ઝવેરી પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરતા ડોક્ટર અંકિત ઝવેરીએ જણાવ્યું હતું કે, લેબોરેટરી વર્ષ-2019માં બંધ થઈ ગઈ છે અને અમે કોઈ લેટરપેડ પર લખાણ આપ્યું નથી, અમારા લેટરપેડનો દુરુપયોગ થયો છે, જેનું તેમણે લેખિતમાં લખાણ આપ્યું હતું, જેથી આ અંગે વધુ તપાસ કરવા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા તપાસ દરમિયાન મેડિક્લેમ ફાઇલમાં રજૂ થયેલો લેબોરેટરીનો રિપોર્ટ અગાઉ ઝવેરી લેબોરેટરીમાં તથા સંન્નધી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટરની તરીકે કામ કરી ચૂકેલા જાસ્મિન પટેલ નામના વ્યક્તિએ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.2019થી બંધ પડેલી લેબોરેટરીનો બોગસ રિપોર્ટ અગાઉ ઝવેરી લેબોરેટરીમાં તથા સંન્નધી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટરની તરીકે કામ કરી ચૂકેલા જાસ્મિન પટેલે બનાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેને પણ સકંજામાં લીધો છે. આ સમગ્ર પ્રકરણમાં ડોક્ટરની ભૂમિકા બહાર આવતા હવે અગાઉ આ પ્રમાણે અન્ય કોઈ કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે. અત્રે નોંધનીય છે કે, સેજલબેને પતિ ભાવેશભાઈ કુકડીયાની મદદથી આ સમગ્ર કાવતરું રચ્યું હોવાની વિગતો સામે આવી છે.ડો.અંકિત ઝવેરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી સેજલ કુકડિયા અને તેના પતિ ભાવેશે મેડિક્લેમ મેળવવા ઘૂંટણનું ઓપરેશન કરાવવાનું હોવાથી સંન્નિધિ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું બતાવ્યું હતું. જેમાં હોસ્પિટલના ડો.અનિમેષ સોલંકી, જાસ્મીન પટેલે ખોટા રિપોર્ટ અને બિલો બનાવી આપ્યાં હતાં. પોલીસે વીમા કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસર કેયુર પટેલની ફરિયાદના આધારે આરોપી ભાવેશ કુકડિયા, ડો.અનિમેષ સોલંકી અને જાસ્મીન પટેલની અટકાયત કરી હતી, જ્યારે સેજલ કુકડિયા ફરાર થઈ ગઈ છે.