રામ, કૃષ્ણની જન્મભૂમીમાંથી ‘ટેમ્પરરી’ને હટાવતા ૭૦ વર્ષ ગયા: પેરિસમાં મોદી

0
84
Today in the 21st century we talk of INFRA. I would like to say that for me it is IN+FRA, which means the alliance between India and France: PM in Paris
Today in the 21st century we talk of INFRA. I would like to say that for me it is IN+FRA, which means the alliance between India and France: PM in Paris

ફ્રાન્સમાં મોદીએ કહ્યું, જે ટેમ્પરરી હતું તે હટાવતાં 70 વર્ષ થયા, સમજાતું નથી હસું કે રડું ?, ગાંધી-બુદ્ધના દેશમાં હવે ‘ટેમ્પરરી’ માટે કોઈ સ્થાન જ નથી
પેરિસમાં લાગ્યા મોદી મોદી અને જય શ્રી રામના નારા, મોદીએ કહ્યું – પેરિસ માં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે
આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ફ્રાન્સ અને ભારત એકસાથે છે, ભારતની પ્રતિભાનું ફ્રાન્સમાં સન્માન થાય છે, નવું ઇન્ફ્રા એટલે IN-ઇન્ડિયા માટે, FRA-ફ્રાન્સ માટે

PMO India

@PMOIndia
आजकल हम 21वीं सदी के INFRA की बात करते हैं। IN प्लस FRA यानि INDIA और FRANCE का Alliance: Solar Infra से लेकर Social Infra तक,
Technical Infra से लेकर Space Infra तक, Digital Infra से लेकर Defence Infra तक, भारत और फ्रांस का Alliance मजबूती से आगे बढ़ रहा है: PM

PM Modi interacts with Indian community in France
PM Modi interacts with Indian community in France

પેરિસ (મયૂર પાન્સુરિયા, યુરોપ) :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્રાન્સના પાટનગર પેરિસમાં ભારતીય સમાજના લોકોને સંબોધ્યા હતા. પોતાના સંબોધનના અંતમાં તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને સ્પષ્ટ રીતે તો કંઈ ન કહ્યું પરંતુ ઈશારા-ઈશારામાં પોતાની વાત જનતાને જણાવી દીધી. તેમણે કહ્યું કે હવે ભારતમાં ‘ટેમ્પરરી’ માટે કોઈ જ વ્યવસ્થા નથી રહી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘ભારતમાં હવે ટેમ્પરરી માટે કોઈ વ્યવસ્થા નથી રહી, તમે જોયું હશે કે 125 કરોડ લોકોનો દેશ, ગાંધી અને બુધ્ધની ધરતી, રામ અને કૃષ્ણની જન્મભૂમીમાંથી ‘ટેમ્પરરી’ને નીકાળતા-નીકાળતા સીત્તેર વર્ષ પસાર થઈ ગયા. ‘ટેમ્પરરી’ને નીકાળવામાં સીત્તેર વર્ષ લાગી હતા, મને તો એ જ ખબર નથી પડતી કે આના પર હસવુ જોઈએ કે રડવું જોઈએ.’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાથીઓ, રિફોર્મ-ટ્રાન્સફોર્મ અને પરમેનેન્ટ વ્યવસ્થાઓની સાથે દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ફ્રાન્સના પ્રવાસે છે. તેઓ કાલે અહીં બિયારિટ્ઝ શહેરમાં જી 7 સમિટમાં સામેલ થશે. પેરિસમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. અહીં કાર્યક્રમની શરુઆત રાષ્ટ્રગાન સાથે થઇ હતી. અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. મોદીએ કહ્યું કે અત્યારે પેરિસ રામમય થઇ ગયું છે. તેમણે ભારત અને ફ્રાન્સની અતૂટ દોસ્તીની પણ વાત કરી હતી. આ સંબોધનમાં તેમણે ભારતમાં થઇ રહેલા બદલાવ, આતંકવાદ વિરુદ્ધ લડાઇ, ટેક્નોલોજી, ટ્રિપલ તલાક, ભારત-ફ્રાન્સના સંબંધો, ચંદ્રયાન તેમજ કાશ્મીર મુદ્દે વાત કરી હતી. શરુઆતમાં મોદીએ કહ્યું, ભારતે પાછલા પાંચ વર્ષોમાં કેટલાય સકારાત્મક બદલાવ કર્યા છે. આ બદલાવના કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ભારતના ગામડા, ગરીબ, ખેડૂત, નારી શક્તિ તેના કેન્દ્રબિન્દુમાં રહ્યા છે.હું ફુટબોલ પ્રેમીઓના દેશમાં આવ્યો છું, અને જ્યારે ફુટબોલ પ્રેમીઓ વચ્ચે આવ્યો છું ત્યારે તમે યોગ્ય રીતે જાણો છો ગોલનું શું મહત્વ હોય છે. તેથી અલ્ટિમેટ મેળવવા ગોલ જ કરવો પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં એવા ગોલ રાખ્યા છે જે પહેલા અસંભવ માનવામાં આવતા હતા.
સમગ્ર દુનિયામાં સૌથી મોટી હેલ્થ સ્કિમ ભારતમાં ચાલી રહી છે. આ સ્કિમમાં કવર થનારા લોકોની સંખ્યા અમેરિકા, કેનેડા, મેક્સિકોની કુલ આબાદી છે તેનાથી વધારે લોકો આ યોજનાના લાભાર્થી છે. પુરી દુનિયામાં ટીબીને સમાપ્ત કરવાનો લક્ષ્ય વર્ષ 2030 સુધી રાખ્યો છે. પરંતુ આ નવું ભારત છે. તમને ગર્વ થશે કે જે ગતિથી અમે તેના પર કામ કરી રહ્યા છીએ તેનાથી ભારત આ લક્ષ્યને પાંચ વર્ષ પહેલા 2025માં પ્રાપ્ત કરી લેશે.
મોદીએ કહ્યું, ભારત ફ્રાન્સના સંબંધની મજબૂતીમાં માત્ર સરકારો જ નથી પણ તમારા જેવા નાગરિકો છે. તમે જ ફ્રાન્સમાં ભારતના પ્રતિનિધિ છો અને તમે જ ભારતનો અવાજ અને ઓળખ છો. તમે હંમેશા ભારતની ઓળખ રહેશો કારણ કે ભારતમાં હવે કંઇ ટેમ્પરરી નથી. સવાસો કરોડનો દેશ, ગાંધી અને બુદ્ધની ધરતી, રામ અને કૃષ્ણની ભૂમિમાં ટેમ્પરરીને કાઢતા કાઢતા 70 વર્ષ ચાલ્યા ગયા. મને સમજાતું નથી કે આમા હસુ કે રડું?
મોદીએ કહ્યું, ગણપતિ મહોત્વસ પેરિસના કલ્ચરલ કેલેન્ડરની મુખ્ય વિશેષતા બન્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે પેરિસ મિનિ ઇન્ડિયા બની જાય છે. કાલે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. તેના માટે પણ હું તમેન શુભેચ્છા આપું છું. આ વખતે આપણે સૌ મહાત્મા ગાંધીની 150મી જયંતિ અને ગુરુનાનનક દેવનો 550મો પ્રકાશપર્વ પણ મનાવવા જઇ રહ્યાં છીએ. હું આશા કરું છું કે તમારામાથી કેટલાક લોકોએ ગાંધી ક્વિઝમાં પણ ભાગ લીધો હશે. ના લીધો હોય તો હજુ મોકો છે. મોદીએ કહ્યું-અમે ફાસીઝમ અને ઉગ્રવાદનો મુકાબલો ભારતમાંજ નહિ પરંતુ ફ્રાન્સની ધરતી પણ કર્યો છે. અમારી દોસતી મજબૂત આદર્ષો પર બની છે. ભારત અને ફ્રાન્સના સંબંધોની બીજી વિશેષતા એ છે કે અમે પડકારોનો સામનો માત્ર વાતોથી નહિ પરંતુ નક્કર કાર્યવાહીથી કરીએ છીએ. દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો ઘણી થાય છે. પરંતુ તેના પર એક્શન ઓછી દેખાય છે. અમે ફ્રાન્સ સાથે મળીને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની પહેલ કરી. આજે લગભગ તેમાં 75 દેશ સક્રિય રીતે જોડાયેલા છે. મારો ઇન્ફ્રાનો મતલબ છે- IN ઇન્ડિયા માટે, અને FRA ફ્રાન્સ માટે . મતલબ ભારત અને ફ્રાન્સનો સમન્વય. સોલાર થી ટેક્નિકલ, સ્પેસ, ડિજિટલથી ડિફેન્સ ઇન્ફ્રા સુધી ભારત અને ફ્રાન્સનો સમન્વય મજબૂતીથી આગળ વધી રહ્યો છે. ભારતમાં સ્માર્ટ શહેરોના નિર્માણથી બન્ને દેશોને લાભ મળી રહ્યો છે. ફ્રાન્સમાં ભારતના વૈજ્ઞાનિક અને ભારતમાં ફ્રેન્ચ ટેક્નોલોજીનું ખૂબ સન્માન છે. ફ્રાન્સમાં દુનિયાના એકમાત્ર ફ્યુઝન રિએક્ટર બનાવવાના પ્રોજેક્ટમાં પણ ભારતીય પ્રતિભા ભાગીદાર છે. જ્યારે આ ટેક્નોલોજી આવનારી પેઢીને અપાર ઉર્જા ઉપલબ્ધ કરાવશે ત્યારે તેમાં તમારું પણ યોગદાન હશે. તેનાથી દરેક ભારતીયને ગર્વ થશે.ભારતથી તમારો સંબંધ માટીનો છે. તો ફ્રાન્સ સાથે મહેનતનો સંબંધ છે. તમારી સફળતા ફ્રાન્સ માટે ગર્વનો વિષય તો છે જ પણ તે ભારતને પણ ગૌરવાન્વિત કરે છે. ભારતીય મૂળના લોકોએ ફ્રાન્સની પબ્લિક લાઇફમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે.
તમે સૌ જાણો છો કે 7 સપ્ટેમ્બરના આપણા સૌનું ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે. આ ઉપલબ્ધિ બાદ ચંદ્ર પર ઉતરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની જશે. ભારતમાં થઇ રહેલી આ પ્રગતિ વચ્ચે ફ્રાન્સ સાથે આપણા સદીઓ જૂના સંબંધ દિનપ્રતિદિન મજબૂત થયા છે. એકબીજાની જરૂરિયાતનું ધ્યાન રાખીને, એકબીજા પ્રત્યે વિશ્વાસને લઇને અમે આગળ વધી રહ્યા છીએ. ભારત અને ફ્રાન્સ એકબીજા માટે લડ્યા પણ છે અને જીવ્યા પણ છે. બન્ને દેશોએ ખભેખભા મિલાવીને દુશ્મનોથી મુકાબલો કર્યો છે. આ એ જ ધરતી છે જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધમાં 9 હજાર ભારતીય સૈનિકોએ ફ્રાન્સના સૈનિકો સાથે માનવતાના પક્ષમાં લડતા બલિદાન આપ્યા હતા. અને અહીં રહેતા ભારતીયોને આ 9 હજારનો આંકડો ક્યારેય ભૂલવો ન જોઇએ.