લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ : કોંગી, જેડીયુનો ગૃહત્યાગ

0
20

બિલમાં સુધાર કરવા માટે લવાયેલ વિપક્ષી સાંસદના પ્રસ્તાવ અંતે પડી ગયા ધ્વનિ મતથી પસાર: વર્તમાન સત્ર ૭મી સુધી ચાલશે : રાજ્યસભામાં પડકાર

નવીદિલ્હી, તા. ૨૫
લોકસભામાં આજે લાંબી ચર્ચા બાદ ત્રિપલ તલાક બિલને પાસ કરી દેવામાં આવ્યું હતું. લોકસભામાં ત્રીજી વખત ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું છે. અગાઉ બે વખત રાજ્યસભામાં આ બિલ અટવાઈ પડ્યું હતું અને આગળ વધી શક્યું ન હતી. આ વખતે સરકાર આશાવાદી છે. બિલમાં સુધારા માટે લાવવામાં આવેલા વિપક્ષી સાંસદોના પ્રસ્તાવ પડી ગયા હતા. આ બિલ ધ્વનિમતથી પાસ થયું હતું. વર્તમાન સત્રને ૭મી ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે. સુધારા અને બિલ પર વોટિંગ દરમિયાન કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. ટીએમસી અને જેડીયુએ પણ વોકઆઉટ કર્યો હતો. ઓગસ્ટ ૨૦૧૭માં ત્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો હતો. મોદી સરકારની પ્રથમ અવધિમાં બે વખત આ બિલને મંજુરી મળી હતી પરંતુ રાજ્યસભામાં બિલ અટવાયું હતું. અગાઉ ખુબ જ ચર્ચાસ્પદ અને જટિલ ત્રિપલ તલાક બિલ ઉપર લોકસભામાં ચર્ચા શરૂ થઇ હતી. ત્રિપલ તલાક બિલને પસાર કરવાના કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી વખત પ્રયાસ થઇ રહ્યા છે. અગાઉ બે વખત સરકાર દ્વારા ત્રિપલ તલાક બિલને પસાર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ સફળતા હાથ લાગી નથી. અગાઉ પણ લોકસભામાં બે વખત ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યું ચે પરંતુ રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ જુદાજુદા વાંધાઓના કારણે અટવાઈ પડ્યું છે. આ વખતે પણ ભાજપના લોકો અને સરકાર ત્રિપલ તલાક બિલને પાસ કરવા માટે પહેલાથી જ આશાવાદી બનેલી હતી. જા કે, રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલના ભાવિને લઇને હજુ સુધી સસ્પેન્સની Âસ્થતિ બનેલી છે. ત્રિપલ તલાક બિલમાં અનેક જટિલ જાગવાઈ રહેલી છે. ૨૮મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં આ મામલો અટવાઈ પડ્યો હતો. ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે પણ લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તે વખતે પણ આ બિલ રાજ્યસભામાં અટવાઈ પડ્યું હતું. ત્રિપલ તલાક બિલને લઇને આજે જારદાર રજૂઆતો તમામ પક્ષો તરફથી કરવામાં આવી હતી. આની શરૂઆત કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કરી હતી અને જુદા જુદા મામલાઓનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ કહ્યું હતું કે, નિકાહ હવે નિકાહ જેવી બાબત રહી છે. મજાક સમાન બની ગઈ છે. ઓલ ઇન્ડયા મજલિસે ઇત્તેહાદુલ મુÂસ્લમઇનના સાંસદ ઓવૈસીએ કહ્યું હતું કે, ત્રિપલ તલાક બિલ મહિલાઓની વિરુદ્ધમાં છે. ચર્ચા દરમિયાન હૈદરાબાદના સાંસદે કહ્યું હતું કે, આ બિલને લઇને તેઓ અગાઉ પણ વિરોધ કરી ચુક્યા છે અને અંતિમ શ્વાસ સુધી આનો વિરોધ કરશે. તેમણે કહ્યું હતું કે, આ બિલ મુÂસ્લમોને તેમના ધર્મથી દૂર કરવા માટે લાવવામાં આવ્યું છે. ઓવૈસી ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ઇસ્લામમાં લગ્ન કરાર તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇસ્લામમાં લગ્ન જનમ જનમના સાથ તરીકે નથી. આ એક કોન્ટ્રાક્ટ તરીકે છે. લગ્ન માટે એક લાઇફ પુરતી દેખાતી નથી. ઓવૈસીએ એક સાથે ત્રિપલ તલાક બોલવાને લઇને અપરાધ ગણાવવાના મુદ્દા ઉપર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રિપલ તલાકને ક્રિમિનલાઇઝ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધોને ડિક્રિમિલાઇઝ કરી દેવાનો નિર્ણય કર્યો છે તો સરકાર ત્રિપલ તલાકને ક્રિમિનલાઈઝ કેમ કરી રહી છે. જા નવા ભારતની રચના કરવામાં આવી રહી છે તો આ પ્રકારના પગલા શા માટે લેવાઈ રહ્યા છે. ઓવૈસીએ એમ પણ કહ્યું હતું કે, સરકાર સોહરની ધરપકડ કરીને જેલ ભેગા કરવા માંગે છે. જા સોહરને જ જેલ ભેગા કરવામાં આવશે તો મેઇન્ટેન્સની જવાબદારી કોની રહેશે. સોહર જ ત્રણ વર્ષ સુધી જેલમાં રહેશે તો મહિલાને એવા લગ્નમાં બાંધી રાખવાને લઇને ફરજ કેમ પાડી રહ્યો છે. ત્રણ વર્ષ બાદ જ્યારે સોહર જેલમાંથી બહાર આવશે ત્યારે કોઇપણ મહિલા રોમાંચક ગીત ગાસે નહીં. ઓવૈસીએ ત્રિપલ તલાક બિલને લઇને સરકારની નિયત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્રિપલ તલાક પર ચર્ચા વેળા સમાજવાદી પાર્ટીના સાંસદે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે, પત્નને ગોળી મારી દેવાના બદલે તલાક દઇને છુટકારો મેળવી લેવાની બાબત વધારે સારી છે. સપાના સાંસદ હસને આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. ટીડીપીના સાંસદે કહ્યું હતું કે, મુસ્લમ તરીકે તેઓ વિરોધ કરે છે. કોંગ્રેસે કહ્યું હતું કે, લોકોના ધ્યાનને ભંગ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ એનડીએના સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડઅને બહુજન સમાજ પાર્ટી દ્વારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિવસેનાએ સમર્થન કર્યું હતું. કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, આવું કામ જ કેમ કરવામાં આવે જેના લીધે જેલ જવાની ફરજ પડે