લોગદેખતે ગયે,મૈં ફિલ્મેં કરતા ગયા

0
90

‘દિલચાહતા હૈ’ ફિલ્મથી દિગ્દર્શનની અને ‘રૉક ઓન’થી અભિનયની શરૂઆત કરનાર નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મસર્જક અને અભિનેતા ફરહાન અખ્તર હેટ્સ પહેરવા માટે બહુ જાણીતો છે. તેણે ગાયક-ગીતકાર, નિર્માતા અને સ્ટોરી રાઇટર તરીકેપણ નોંધપાત્ર કામ કર્યું છે. અભિનેતા તરીકે તેની નવી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થઇ ગઇછે. ફરહાન કહે છે, ‘મેં ક્યારેય એવી યોજના નહોતી બનાવી કે મનોરંજનના આ જગતમાં હું ઘણા જૉનરમાં કામ કરીશ. હું જેમ કામ આવતું જાય તેમ કરતા કરતા આગળ વધતો ગયો. હુંક્યારેય મારી કારકિર્દીની વ્યૂહચના નથી બનાવતો. હુંનથી જાણતો કે આગામી પાંચ વર્ષમાં હું ક્યાં હોઇશ? ફક્ત વાત એ છે કે હું આશા રાખું છું કે લોકો મારી ફિલ્મોમાં અને સંગીતમાં રસ લે અને મારા પ્રયાસોને બિરદાવે. ઘણા સમયથી હું કામ કરું છું અને મારી સાથે જોડાયેલા લોકો પણ મારા જેવું જ માને છે. બહુ નજીકની વ્યક્તિની વાતકરું તો રિતેશ સિધવાની, જે મારો બિઝનેસ પાર્ટનર છે તે પણ મારીજેમ જ વિચારે છે. અમે જ્યારે એક ફિલ્મ બનાવવાનું વિચારીએ છીએ, એક વાર્તા કહીયે છીએ ત્યારે અમે અમારા પ્રથમ દર્શકો હોઇએ છીએ. જો અમને વાર્તા ગમે તો અમને લાગે કે અમારા જેવા દર્શકો પણ હશે, જેમને પણ અમારી આ ફિલ્મ જોવી ગમશે. આથી અમે તે ફ્લ્મિ પછી બનાવીએ.’

આઇકોનિક કવિ જાવેદ અખ્તરનો પુત્ર હોવાને નાતે આ બહુમુખી પ્રતિભાશાળી ફરહાન કહે છે, ‘મારામાં લેખનકળા દેખીતીરીતે જ કુદરતી આવી છે.’ તેણે એમ પણ કહ્યું હતું કે લોકોની પ્રશંસા અમારામાં આત્મવિશ્ર્વાસ વધારે છે. હું છેલ્લા ૧૯ વર્ષથી ફિલ્મો બનાવી રહ્યો છું અને મારો તે પ્રવાસ લોકોની સતત સરાહના વગર શક્ય ન હતો. લોકોએ મારો આત્મવિશ્ર્વાસ વધાર્યો છે અને હું જે માર્ગે જવા માગતો હતો ત્યાં મને પહોંચાડી દીધો છે. હું મને ખરેખર બહુ ભાગ્યશાળી માનું છું.’ ફરહાને ‘લક બાય ચાન્સ’, ‘કાર્તિકકોલિંગ કાર્તિક’, ‘જિંદગી ના મિલેગી દોબારા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તે ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. ‘ધ સ્કાય ઇઝ પિંક’માં તેની સાથે હિરોઇન પ્રિયંકા ચોપરા છે. બંનેએ અગાઉ ‘ડૉન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું ડિરેક્ટર-અભિનેત્રી તરીકે અને ‘દિલ ધડકને દો’માં બંને કો-સ્ટાર હતા.

આ ફિલ્મો ઉપરાંત ફરહાન સ્પોર્ટસનો પણ શોખીન છે. ખાસ કરીને તેને સ્ક્રીન પર રમતવીર બનવું બહુ ગમે છે. તેણે ‘ભાગ મિલખા ભાગ’માં ભારતીય લીજેન્ડ રનર મિલખા સિંહનો રોલ ભજવ્યો હતો. અને હવે તે આગામી ફિલ્મ ‘તૂફાન’માં બૉક્સર આલોક ઑબેરૉયનું પાત્ર ભજવી રહ્યો છે. તે આ ફિલ્મ વિશે કહે છે કે ‘તૂફાન’ ફિલ્મ ફક્ત બૉક્સિગં અંગે જ નથી, પણ તેમાં માનવ સંબંધોની વાત છે અને બૉક્સિગં તેનો મહત્ત્વનો ભાગ છે. હું માનું છું કે આ ફિલ્મ પણ મારી ‘ભાગ મિલખા ભાગ’ જેવી જ છે. મિલખા સિંહની વાર્તા એક વ્યક્તિ તરીકે જોઇએ તો તેનો ભૂતકાળ, તેની રેસ, એ બધું દેખાડવા લાયક હતું, કારણ કે તે દોડવીર હતો. તેના જીવનમાં ઘણા લાગણીશીલ તબક્કા આવ્યા હતા. આથી દર્શકોના મનને તે સ્પર્શી શકે. એક અભિનેતા તરીકે આ ફિલ્મ માટે મારી જાતને તૈયાર કરવા શારીરિક ફીટનેસ માટેની તાલીમ લેવી જોઇએ અને તે મારા માટે એક નવી શિસ્ત છે. તેબહુ રોમાંચક છે અને પડકારરૂપ પણ. કારણ કે મેં ક્યારેય મારા જીવનમાં બૉક્સિગં નથી કરી. પણ ફિલ્મ કરવાનું મારું કારણ તેની અદ્ભુત વાર્તા છે, જે ફિલ્મમાં મને કહેવી ગમશે.’