વડા પ્રધાન મોદીને ખેડૂતો પ્રત્યે માન નથી: રાહુલ

0
13
તેમણે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી ખેડૂતો પ્રત્યે માન નથી ધરાવતા. વડા પ્રધાનને જો ૧૦૦ ખેડૂત મરી જાય તો પણ તેમની પડી નથી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી ખેડૂતો પ્રત્યે માન નથી ધરાવતા. વડા પ્રધાનને જો ૧૦૦ ખેડૂત મરી જાય તો પણ તેમની પડી નથી.
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે વડા પ્રધાનને ખેડૂતો પ્રત્યે માન નથી અને નવા ત્રણ કૃષિ કાયદાની સામે દેખાવ કરી રહેલા લોકોને થકવીને હરાવવા માગે છે.તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે બેઠક યોજીને સમસ્યાનો ઉકેલ લાવવામાં વિલંબ કરી રહી છે. જ્યાં સુધી નવા કૃષિ કાયદા પાછા નહિ ખેંચાય ત્યાં સુધી ખેડૂતો મક્કમ રહેશે.
રાહુલ, તેમની બહેન અને કૉંગ્રસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વડરા, પક્ષના સાંસદો અને અન્ય કાર્યકરોએ નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં જંતર મંતર ખાતે દેખાવ યોજ્યા હતા.
દરમિયાન, ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે નવા કૃષિ કાયદાના સંદર્ભે શુક્રવારે મળેલી નવમી બેઠક પણ અનિર્ણીત રહી હતી. રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર મંત્રણા યોજીને સમસ્યાના ઉકેલને વિલંબમાં નાખી રહી છે. કૉંગ્રેસના આ નેતાએ જણાવ્યું હતું કે મોદી એમ સમજે છે કે મારી પાસે સત્તા છે અને ખેડૂતોને થકવી દઇશ, પરંતુ તેમની આ માન્યતા ખોટી છે.