વર્ષા રાઉતે ઈડી પાસેથી પાંચમી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો

0
11
તેમને આ ઈડી તરફથી ત્રીજું સમન્સ મળ્યું છે, પરંતુ તેઓ હાજર થતાં નથી. પીએમસી બૅંક પ્રકરણ બાદ ખાસ કરીને મુંબઈમાં થાપણદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ચિંતામાં અમુકના મૃત્યુ થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
તેમને આ ઈડી તરફથી ત્રીજું સમન્સ મળ્યું છે, પરંતુ તેઓ હાજર થતાં નથી. પીએમસી બૅંક પ્રકરણ બાદ ખાસ કરીને મુંબઈમાં થાપણદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ચિંતામાં અમુકના મૃત્યુ થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

મુંબઈ: શિવસેના પ્રવક્તા સંજય રાઉતના પત્ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાર્યાલય ખાતે મંગળવારે હાજર રહ્યા ન હતા અને તેમણે પાંચમી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો હતો.ઈડીએ પંજાબ મહારાષ્ટ્ર બૅંક ગોટાળા સંદર્ભે તેમને નોટિસ મોકલી હતી અને ૨૯મીએ એટલે કે મંગળવારે હાજર રહેવા જણાવ્યું હતું. રાઉતે ફરી કેન્દ્ર સરકાર અને ભાજપની ટીકા કરી હતી અને મહિલાને આ રીતે નોટિસ આપી ભાજપ કાયરતાનું પ્રદર્શન કરી રહ્યો છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. ભાજપે વળતા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પીએમસી બૅંકમાં આરોપી એચડીઆઈએલ સાથે રાઉત પરિવારના આર્થિક વ્યવહાર મામલે તેઓ કંઈ બોલતા નથી.તેમને આ ઈડી તરફથી ત્રીજું સમન્સ મળ્યું છે, પરંતુ તેઓ હાજર થતાં નથી. પીએમસી બૅંક પ્રકરણ બાદ ખાસ કરીને મુંબઈમાં થાપણદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ચિંતામાં અમુકના મૃત્યુ થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ઈડીનો વારંવાર બિનભાજપી નેતાઓને હેરાન કરવામાં ઉપયોગ થતો હોવાથી તેની પ્રતિષ્ઠા ઓછી થઈ રહી છે, તેવો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો.આ સાથે ઈડીએ જે વ્યવહાર મામલે નોટિસ પાઠવી છે તે અંગેનીતમામ વિગતો મારી રાજ્યસભાની ઉમેદવારીની એફિડેવિટમાં જણાવવામાં આવી છે, તેમ રાજ્યસભાના સાંસદે ફરી જણાવ્યું હતું