સ્મીમેરના NICUમાંથી નવજાતને માતા ગેટ પર મૂકી જતા બાળકનું મોત

0
51
CCTV ચેક કર્યા તો નવજાત બાળકની માતા જ તેને લઈને બહાર જતી નજરે પડી હતી. બાદમાં ગેટ પર જ બાળકને તરછોડીને જતી રહી હતી.
CCTV ચેક કર્યા તો નવજાત બાળકની માતા જ તેને લઈને બહાર જતી નજરે પડી હતી. બાદમાં ગેટ પર જ બાળકને તરછોડીને જતી રહી હતી.

સુરત: સુરતમાં ફરી કળિયુગી માતાની મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના સ્મીમેર હોસ્પિટલના ગેટ આગળ નવજાત બાળકને તરછોડીને માતા ફરાર થઈ ગઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં બાળકીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.સુરતની સ્મીમેરમાં નવજાત બાળકને તેની જ માતા NICU વોર્ડમાંથી બહાર લઈ જઈ ગેટ પર મૂકી આવી હતી. ત્યારબાદ બાળક વોર્ડમાં ન હોવાની જાણ થતા સ્મીમેર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, ત્યારબાદ CCTV ચેક કર્યા તો નવજાત બાળકની માતા જ તેને લઈને બહાર જતી નજરે પડી હતી. બાદમાં ગેટ પર જ બાળકને તરછોડીને જતી રહી હતી. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની સ્વીમેર હોસ્પિટલમાં શનિવારે મધરાત્રીએ બનેલી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. અમરોલીમાં રહેતા લક્ષ્મણ વર્માની પત્નીની ગત 12 નવેમ્બરે સ્મીમેરમાં ડિલિવરી થઈ હતી. નવજાતનું વજન ઓછું હોવાથી તેને NICU વોર્ડમાં મુકવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણસર શનિવારે મધરાત્રે માતા આરતી NICU વોર્ડમાંથી નવજાતને લઈને હોસ્પિટલનાં ગેટ પર જ મૂકી પાછી આવી ગઈ હતી. ત્યારબાદ સોમવારે નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.સૌથી પહેલા તો વોર્ડમાં નવજાત ન દેખાતા દોડધામ મચી ગઈ હતી. પછી સીસીટીવીના આધારે માતા જ લઈ બહાર નીકળી ગઈ હોવાની જાણ થઈ હતી. નવજાતને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. મંગળવારે નવજાતનું મોત નીપજ્યું હતું. આરતીની માનસિક હાલત એકાદ અઠવાડિયાથી ઠીક ન હોવાથી તે પોતાના બાળકને લઇ હોસ્પિટલ બહાર મૂકી આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.