1 મેથી કોરોના સંક્રમિત 10 જિલ્લામાં જ 18થી ઉપરના લોકોને વેક્સિન અપાશે, મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

0
6
va

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે ગુજરાતમાં 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ એને લઇને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં હતાં, જોકે આજે આ મામલે મુખ્યમંત્રી જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.રાજ્ય પાસે 29 એપ્રિલની સ્થિતિએ 4.62 લાખ વેક્સિનના જ ડોઝ ઉપલબ્ધ હતા, જેમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશ 11.80 લાખ સાથે સૌથી ઉપર, જ્યારે ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે.ગુજરાતમાં 1.20 કરોડનું રસીકરણગુજરાતની વાત કરીએ તો 29 એપ્રિલે સવારે 7 વાગ્યાની સ્થિતિ સુધીમાં કુલ 97,78,790 વ્યક્તિને પ્રથમ ડોઝનું, જ્યારે 22,67,033 વ્યક્તિનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ 1,20,54,863 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. દેશનાં જે રાજ્યોમાં રસીકરણના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોય એમાં મહારાષ્ટ્ર 1.55 કરોડ ડોઝ સાથે મોખરે, રાજસ્થાન 1.28 ડોઝ સાથે બીજા, ઉત્તરપ્રદેશ 1.21 ડોઝ સાથે ત્રીજા તથા ગુજરાત 1.20 ડોઝ સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 1.06 કરોડ ડોઝ સાથે પાંચમા સ્થાને છે.કોવેક્સિન ગુજરાતને રૂપિયા 400માં પડશે​​​​​​​​​​​​​​​​​​​​​ભારત બાયોટેકે પોતાની કોવેક્સિન નામની રસી અગાઉ રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કંપનીની નવી જાહેરાત મુજબ, હવે તમામ રાજ્ય સરકારોને એ 400 રૂપિયે જ પડશે. ગુજરાત સરકારે આ રસીના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે.હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વેક્સિનેશન જરૂરી
​​​​​​​
અત્યારસુધીમાં ગુજરાતને કેન્દ્ર તરફથી 1.27 કરોડ ડોઝ મળ્યા છે. રસીકરણના તમામ તબક્કામાં ગુજરાતમાં કુલ 1.20 કરોડ લોકોએ રસી લીધી છે, જે કુલ વસતિના 18.3 ટકા છે, તેમાંથી 95.64 લાખ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. નિષ્ણાતોના મતે, સંક્રમણને લગભગ નાબૂદ કરવા હર્ડ ઇમ્યુનિટી હેઠળ 70 ટકા વસતિને રસી આપવી જરૂરી છે. ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સથી રસીકરણ અભિયાનનો 10 જાન્યુઆરીએ પ્રારંભ થયો હતો, જેથી લગભગ ચાર મહિનામાં હર્ડ ઇમ્યુનિટી માટે જરૂરી 70 ટકા પૈકીની ગુજરાતની ચોથા ભાગની વસતિ રસી મેળવી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here