11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે : શિક્ષણમંત્રી

0
29
જેટલો અભ્યાસક્રમ ભણાવાશે એટલા અભ્યાસક્રમમાંથી જ પરીક્ષા લેવામાં આવશે. સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
જેટલો અભ્યાસક્રમ ભણાવાશે એટલા અભ્યાસક્રમમાંથી જ પરીક્ષા લેવામાં આવશે. સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

ગાંધીનગર : 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે.

જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત તમામ બોર્ડ, સરકારી, માધ્યમિક શાળાઓ શરૂ કરાશે, માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો જ શરૂ કરવામાં આવશે, એ ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે સ્કૂલો શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી તેમજ વાલીઓની સંમતિ લેવાની પણ જરૂરિયાત નથી. તેમણે કહ્યું હતું કે હાલમાં ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એ ઉપરાંત પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. જેટલો અભ્યાસક્રમ ભણાવાશે એટલા અભ્યાસક્રમમાંથી જ પરીક્ષા લેવામાં આવશે. સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. એ ઉપરાંત કેન્દ્ર સરકારની SOP મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે, સ્કૂલોએ થર્મલગન અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. ચૂડાસમાએ વધુમાં કહ્યું હતું કે આગામી સમયમાં અન્ય ધોરણો શરૂ કરવા બાબતે પણ વિચારણા કરાશે.