દેશમાં 24 કલાકમાં 2.08 લાખ કોરોના કેસ, 4157 દર્દીઓનાં થયાં મોત

0
27
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 મે સુધીમાં ભારતમાં કુલ 33,48,11,496 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 મે સુધીમાં ભારતમાં કુલ 33,48,11,496 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ભારતમાં કોવિડ એક્ટિવ કેસોની સંખ્યા 25 લાખની નીચે પહોંચી, 24 કલાકમાં 3.26 લાખ દર્દી સાજા થયા

 દેશમાં કોરોના વાયરસના મામલામાં 24 કલાકમની અંદર ફરીથી વધારો જોવા મળ્યો છે. એક દિવસના સમયગાળામાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પહેલા સોમવારે નવા સંક્રમિતોનો આંકડો 2 લાખથી નીચે પહોંચી ગયો હતો. મંગળવારે 2 લાખ 95 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 25 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,08,921 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4157 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,71,57,795 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 20,06,62,456 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 2 કરોડ 40 લાખ 54 હજાર 861 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,26,850 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 24,95,591 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,11,388 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 મે સુધીમાં ભારતમાં કુલ 33,48,11,496 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના 24 કલાકમાં 22,17,320 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 3,254 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 9667 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. હાલ રાજ્યમાં કુલ 62,506 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 603 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 61,903 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 7,22,741 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 9,665 દર્દીનાં મૃત્યુ થયા છે.