ગુજરાતના કલાસ-૧ અને કલાસ-૨ના કુલ ૧૨ હજાર અધિકારીઓમાંથી ૩ હજારે સંપત્તીનું રિટર્ન ભર્યું જ ન હતું
સંપતિનું રિટર્ન ન ભરનારાઓને પાઠ ભણાવવા માટે ગુજરાત સરકારે કલાસ-૧ અને કલાસ-૨નાં ૧૦૦૦ અધિકારીઓના પગાર રિટર્ન ન ભરવાને કારણે અટકાવ્યા છે. આ પૂર્વ ૧૪મી એપ્રિલે રાજય ચીફ સેક્રેટરી જે એન સિંહે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, નિર્ધારીત સમય મર્યાદા સુધીમાં સંપતિનું રીટર્ન ન ભરનારાના એપ્રિલ મહિનાના પગાર અટકાવી લેવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રિટર્ન ભરવામાં નિષ્ફળ થયેલા લોકોને વધુ સમય અપાયો હતો પરંતુ આમ છતાં રિટર્ન ફાઈલ ન થતા આ નિર્ણય લેવાયો છે. જોકે પગાર અટકાવવાની જાહેરાત બાદ ઘણાખરા કર્મચારીઓએ રિટર્ન ભર્યા હતા. અમને આશા છેકે જેણે રિટર્ન નથી ભર્યા તે હવે ભરશે કારણકે જો આમ નહીં થાય તો ટેકસ વિભાગ તેની સામે એકશન લઈ શકે છે. સેશન દરમ્યાન ચીફ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કલાસ-૧ અને કલાસ-૨ના ૧૨ હજાર અધિકારીઓમાંથી આશરે ૩ હજારે રિટર્ન ફાઈલ કર્યા નથી. મિસ્ટર સિંહે સ્પષ્ટતા કરી હતી કે, પગારદારોએ પોતાની સંપતિનું વાર્ષિક રિટર્ન ભરવું આવશ્યક છે. એમાં જો સરકારી અધિકારીઓ જ રિટર્ન નહીં ભરે તો સામાન્ય જનતાને શિખામણ કઈ રીતે આપી શકાય?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com