દેશના પ્રથમ ટેસ્ટમેચમાં જ કેવિન ઓ બ્રિયાને સદી ફટકારીને નવો ઇતિહાસ તો રચ્યો પણ પાકિસ્તાન સામે ફોલો ઓન થયા બાદ ટેસ્ટ હેમ્ચ પણ ડ્રોમાં લઇ ગયા
કેવિન આ બ્રાયન ટેસ્ટ ક્રિકેટમાં શતક ફટકારનાર આર્યલેન્ડના પ્રથમ બેટ્સમેન બની ગયો છે, તે ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલ મેજબાન ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ ઈનિંગની હારનો ખતરો ટાળવામાં સફળ રહી છે.ફ્લોઓન રમતા આર્યલેન્ડે માહાલિડેમાં ચોથા દિવસે ટી બ્રેક સુધી સાત વિકેટ પર ૩૧૯ રન બનાવી લીધી છે.ટીમને ૧૩૯ રનની લીડ મળી ગઈ છે.કેવિન ૨૧૬ બોલ પર ૧૧૮ રન બનાવીને નોટઆઉટ છે.
એક સમય હતો કે જ્યારે પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલ આર્યલેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૧૫૬ રન પર ૬ વિકેટ ગુમાવી ચૂકી હતી પરંતુ ત્યાર બાદ કેવિન અને થોમ્પસને સાતમી વિકેટ માટે ૧૧૪ રનની પાર્ટનરશીપ કરીને પોતાની ટીમને મેચમાં વાપસી કરાવી લીધી હતી.
આનાથી પહેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૧૦૦મી વિકેટ ઝડપી હતી. ઘૂંટણની સમસ્યાના કારણે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો તે પહેલા આમિરે ૦૬ બોલમાં એકપણ રન આપ્યા વગર બે વિકેટ ચટકાવી હતી.
આર્યલેન્ડ તરફથી એડ જાયસ અને કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડે પહેલી વિકેટ માટે ૬૯ રનની પાર્ટનરશીપ કરી હતી.એડ જાયસ ગેરજરૂરી રન લેવાની કોશિશમાં ફહિમ અશરફના સટીક નિશાનનો શિકાર બન્યો હતો.
તેને ૬ ફોરની મદદથી ૪૩ રન બનાવ્યા.આ સમાચાર લખાઈ રહ્યાં છે, ત્યાર સુધીમાં પાકિસ્તાને બીજી ઈનિંગ માટે ૭૮માં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે.બીજા સેશસની રમત શરૂ હતી.અહીથી પાકિસ્તાનને જીતવા માટે ૮૨ રનની જરૂરત હતી. આ દરમિયાન બાબર આઝમ (૨૧) અને ઈમામ ઉલ હક્ક (૪૭) રમતમાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com