સવાલઃ મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે અને દરેક દંપતીની જેમ હું અને મારા પતિ નાની નાની વાતો પર ઝઘડતાં રહીએ છીએ. છેલ્લા છ મહિનાથી અમે એકબીજાથી દૂર હોવાનું મહેસૂસ કરી રહ્યાં છીએ અને અમારા સંબંધોમાં નિરાશા છવાઈ ગઈ છે. આ દરમિયાન મને મારા હસબન્ડનો બેસ્ટ ફ્રેન્ડ ગમવા લાગ્યો અને અમે ધીમે ધીમે સારાં મિત્રો બની ગયા, એકબીજાની નજીક આવ્યાં, તે કુંવારો છે. થોડા દિવસ પહેલાં અમે ઇન્ટિમેટ થયાં હતાં અને સેક્સ માણ્યું હતું. હવે અમે બંને ખૂબ જ અપરાધભાવ મહેસૂસ કરી રહ્યાં છીએ. શું મારે મારા પતિને આ વાત કહેવી જોઈએ. કન્ફેશન ઉપાય હોઈ શકે? હું ખરેખર મારા પતિને પ્રેમ કરું છું અને તેમને ગુમાવવા માગતી નથી. તેમનો બેસ્ટ ફ્રેન્ડ પણ અમારી વચ્ચેના સંબંધો ભૂલવા તૈયાર થઈને લાઇફમાં આગળ વધવા માગે છે. મારે શું કરવું જોઈએ? મને મદદ કરો!
જવાબઃ કેટલાક પાર્ટનર્સમાં ભાવનાત્મક લગાવ થવામાં સમય લાગે છે, ખાસ કરીને એરેન્જ મેરેજમાં. હું સમજી શકું છું કે, તમે અત્યારે એક મુશ્કેલ પરિસ્થિતિમાં છો. દરેક સંબંધોની કેટલીક મર્યાદાઓ હોય છે. તમારા પતિ તમારી સાથે ભાવનાત્મક રીતે જોડાયા નહિ, આથી તમે પોતાને એકલા અનુભવવા લાગ્યાં અને તેમના ફ્રેન્ડ સાથે તમારી મિત્રતા વધી ગઈ. અહીં કદાચ, તમારા અને તમારા પતિના બેસ્ટ ફ્રેન્ડ વચ્ચેનો શારીરિક સંબંધ સહજ લાગતો નથી. આ સંબંધે તમારા લગ્નજીવનમાં જે ભાવનાત્મક લગાવની ઉણપ હતી તે પૂરી કરી દીધી છે, જેને તમે અનુભવ્યો નહોતો. પતિ સાથેના અબોલા કે તેમની સાથેનું નીરસ લગ્નજીવન, જે તમે અહીં વર્ણવ્યું, તે એકસમાન રીતે મુખ્ય ચિંતા અને સંભવિત કારણ છે. તમારી સાથે જે થયું તેને તમે ભુલાવી શકો છો, તેમ છતાં અહીં એવું લાગે છે કે, તમારે અને તમારા પતિએ રિલેશનશિપમાં એક કપલ તરીકે વર્તવું જોઈએ. તમે તમારા પતિને પ્રેમ કરો છો અને તમે જે રીતે બધું સરખું કરવા માગો છો તે સારી વાત છે. આ બધું સરખું કરવામાં તમારા પતિનું ઇન્વોલ્વમેન્ટ પણ એક સારો વિચાર છે. જોકે તમારે નક્કી કરવાનું છે કે, તમે લગ્નને આગળ વધારવા માગો છો કે નહિ, જે પણ પરિસ્થિતિ આવે તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.