ઘણીવાર SPGની સલાહને નજરઅંદાજ કરી ચૂક્યા છે મોદી, કમાંડો એલર્ટ થયા

0
366
spg-on-high-alert-after-maoist-threst-to-pm-modi-advised-pm-not-do-road-show
spg-on-high-alert-after-maoist-threst-to-pm-modi-advised-pm-not-do-road-show

પુણે પોલીસ દ્વારા પીએમ મોદીની હત્યાના ષડયંત્રના ખુલાસા બાદ પીએમની સુરક્ષામાં તેનાત SPGએ વડાપ્રધાનને સલાહ આપી છે કે, તે હાલ પૂરતો કોઈ રોડ શો ન કરે, સૂત્રો અનુસાર, SPGએ પોતાના કમાન્ડોઝને પીએમ મોદી પર મંડરાઈ રહેલા ખતરા વિશે ચેતવ્યા હતા. મોદીની સુરક્ષામાં તેનાત રહેનારા સૌથી નજીકના CPG (ક્લોઝ પ્રોટેક્શન ગ્રુપ)ને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, સીપીજી દસ્તેના શૂટર સેકન્ડથી પણ ઓછા સમયમાં આતંકીઓને ગોળી મારવામાં સક્ષમ છે.CPG ઉપરાંત SPGની એક ક્વિક રિસ્પોન્સ ટીમ પણ પીએમ મોદીની સુરક્ષામાં તેનાત હોય છે, જેને કાઉન્ટર અસૉલ્ટ ટીમ અથવા ‘કેટ’ના નામે ઓળખવામાં આવે છે. આ ટીમ અત્યાધુનિક હથિયારોથી સજ્જ હોય છે. આ ટીમમાં સિલેક્ટ થવા માટે કમાન્ડોઝને અત્યંત મુશ્કેલ ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે.પીએમ મોદીને મળેલી ધમકી બાદ આ ટીમને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, SPG એ વાતથી ચિંતિત છે કે, પીએમ અગાઉ ઘણીવાર તેમની સલાહ નજરઅંદાજ કરી ચૂક્યાં છે. ગણતંત્ર દિવસનીઘણા લોકોએ એ વાત પર ધ્યાન આપ્યું હશે કે, મોદીની સુરક્ષામાં તેનાત SPG કમાન્ડોના હાથમાં પાતળી બ્રીફકેસ હોય છે. સૂત્રો અનુસાર, આ બ્રીફકેસમાં વળનારી બેલેસ્ટિક મિસાઈલની શિલ્ડ હોય છે. તે બેલેસ્ટિક મિસાઈલના હુમલાને પણ નિષ્ફળ કરી દે છે. ઉલ્લેખનીય છે કે, PM મોદીના કાફલામાં 2 BMW 7 સીરીઝની આર્મ્ડ ગાડીઓ હોય છે. આ ઉપરાંત સિક્યોરિટી યુનિટની ગાડીઓ અને જેમર પર PM મોદીના સુરક્ષા કાફલામાં શામેલ હોય છે. આ ઉપરાંત દિલ્હી પોલીસની સિક્યોરિટી પણ પીએમ મોદીની સાથે ચાલે છે.પીએમના કાફલાના જેમરમાં ઘણા એન્ટિના શામેલ હોય છે જે રોડની બંને તરફ 100 મીટરની રેન્જમાં કોઈપણ બોમ્બ ડિફ્યૂઝ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈપણ ખતરાની સ્થિતિમાં NSGના 100 કમાન્ડોઝ પીએમને ક્ષણવારમાં ઘેરીને સુરક્ષા આપી શકે છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પીએમની સુરક્ષાના સવાલ અંગે કહ્યું કે, પીએમની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. માઓવાદીઓ હારેલી લડાઈ લડી રહ્યાં છે