પોલીસે દિલીપ ગોહિલ નામના કમ્પાઉન્ડરની ધરપકડ કરી લીધી છે જે શહેરના છેડે આવેલા અંગધ ગામમાં ડૉક્ટર પ્રતિક જોશીના ત્યાં નોકરી કરતો હતો. પોલીસે રવિવારે મોડી રાત્રે આ કમ્પાઉન્ડરની ધરપકડ કરી લીધી છે.ડૉક્ટર જોશી અને કમ્પાઉન્ડર સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં રવિવારે બળાત્કાર, બ્લેકમેઈલિંગ અને ટેક્નોલોજી એક્ટના ભંગ બદલના ગુના મામલે ફરિયાદ નોંધાઈ હતી. પોતાના દર્દી ગણાવીને તેમની સાથે ઈન્ટિમેટ થયેલા ડૉક્ટરના વીડિયો શનિવારે વાઈરલ થયા હતા.કમ્પાઉન્ડર ગોહિલની પોલીસે અંગધ ગામમાંથી જ ધરપકડ કરી છે, સામાન્ય પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોહિલે કબૂલ્યું છે કે તે પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ક્લિપ તૈયાર કરતો હતો. ગોહિલે કહ્યું કે, કે ડૉક્ટર જોશી ગામની મહિલાઓનું શોષણ કરતો હતો. આ વીડિયો તૈયાર થઈ ગયા પછી ડૉક્ટર મહિલા દર્દીઓને બ્લકમેઈલ કરતો હતો.આ ફરિયાદ અંગે એક મહિલાએ જણાવ્યું કે, પોતાનો અશ્લિલ વીડિયો તૈયાર કર્યા પછી જ્યારે તે બોલાવે ત્યારે મહિલા ન આવે તો ડૉક્ટર દ્વારા તેને વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.પોલીસે જણાવ્યું કે, ગોહિલે ક્લિકમાં ઉતારેલા વીડિયો તેના ગામના જ ચાર મિત્રોને ફોરવર્ડ કર્યા હતા. આ પછી આ વીડિયો આખા ગામમાં અલગ-અલગ લોકો સુધી પહોંચી ગયા હતા. નંદેસરી પોલીસ સ્ટેશનના PI જેકે પટેલે જણાવ્યું કે, ‘આ વીડિયો સર્ક્યુલેટ કરનારા ચાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે, જો જરુર જણાશે તો તેમને સહ-આરોપી બનાવવામાં આવી શકે છે.’પોલીસે સોમવારે ડૉક્ટર જોશીના ક્લિનિકની તપાસ કરી તો તે છેલ્લા 3 મહિના જેટલા સમયથી બંધ હોવાનું બહાર આવ્યું. PI પટેલે જણાવ્યું કે ક્લિનિક પરથી કેટલીક દવાઓ મળી આવી છે જેને તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. ગોત્રીમાં જોશીનું ઘર પણ બંધ છે. પોલીસે આ ડૉક્ટરની તપાસ માટે ચાર અલગ-અલગ ટીમો તૈયાર કરી છે.