દક્ષિણગુજરાતમાં વરસાદના આગમન બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદે વધામણા કર્યા છે. શનિવારે અમેરલી, રાજુલા, ગોંડલ, કેશોદ,જૂનાગઢ અને રાજકોટ સહિત અનેક પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડકનો માહોલ છવાયો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે હજુ વરસાદ ખેંચાશે. જૂન મહિનાના અંતમાં ચોમાસુ આવી શકે છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પહેલા વરસાદમાં બાળકો સહિત યુવાનોએ પણ મજા માણી હતી