Monday, December 23, 2024
Homenational‘ભારત બંધ’ વ્યાપકઃ ગુજરાતમાં કોંગ્રેસ હિંસક બની

‘ભારત બંધ’ વ્યાપકઃ ગુજરાતમાં કોંગ્રેસ હિંસક બની

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img
Bharat Bandh evokes mixed response; Congress slams Govt over fuel price hike: All that happened today
Bharat Bandh evokes mixed response; Congress slams Govt over fuel price hike: All that happened today

અમદાવાદ-વડોદરામાં બસો પર પથ્થરમારો, લાઠીચાર્જ : બાળકીનું મોત : બિહાર સહિત અનેક રાજ્યમાં હિંસા, તોડફોડ અને આગચંપી : એકલા અમદાવાદ શહેરમાં 335 કોંગ્રેસીની અટકાયત

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના વિરોધમાં આજે કોંગ્રેસના ભારત બંધ દરમિયાન બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, ઓડિશા, કર્ણાટક, ગુજરાત સહિત અનેક સ્થળોએ હિંસા અને તોડફોડની ઘટનાઓ બની હતી. બંધની વ્યાપક અસર પણ જોવા મળી છે. પૂર્વ તટવર્તી રેલવે ઝોને ૧ર ટ્રેન રદ કરી હતી. મુંબઇમાં કોંગ્રેસ નેતા સંજય નિરુપમની અટકાયત કરવામાં આવી છે, તેમના પર પોલીસ સાથે ઝપાઝપી કરવાનો આરોપ છે. બંધ દરમિયાન બિહારમાં હિંસક દેખાવો થયા હતા અને કેટલાંય સ્થળોએ આગચંપી અને પથ્થરમારાના બનાવ બન્યા હતા. બિહારમાં અનેક સ્થળોએ ટ્રેનો રોકવામાં આવી હતી. પટણામાં હિંસા આચરી રહેલા દેખાવકારોને વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસીઓને પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી.

Bharat Bandh: Protests against the rising fuel prices in Kolkata on Monday
Bharat Bandh: Protests against the rising fuel prices in Kolkata on Monday

બિહારના શેખપુરામાં બંધ સમર્થકોએ હાવરા-ગયા એકસપ્રેસ, નાલંદામાં શ્રમજીવી એકસપ્રેસ રોકી હતી. આરા સ્ટેશને વિક્રમશીલા એક્સપ્રેસ રોકવામાં આવી હતી. રાંચી-પટણા ઇન્ટરસિટી ટ્રેનને પણ જહાનાબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. મુંબઇમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી હતી. મુંબઇમાં ભારત બંધ દરમિયાન દેખાવો કરી રહેલા કોંગ્રેસના નેતા સંજય નિરુપમ સહિત કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇના અંધેરી વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક ચવ્હાણના નેતૃત્વમાં લોકલ ટ્રેન રોકવામાં આવી હતી. જ્યારે પરેલ વિસ્તારમાં દુકાનો બળજબરીપૂર્વક બંધ કરાવવામાં આવી હતી. પુણેમાં મનસેના કાર્યકરોએ બંધ દરમિયાન એક બસને આગ ચાંપી હતી.

Congress workers protest along with an effigy in Ahmedabad on Monday
Congress workers protest along with an effigy in Ahmedabad on Monday

બેગુસરાઇમાં બંધ સમર્થકોએ સ્ટેશન પર ટ્રેનો રોકીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોંગી કાર્યકરોએ પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન એક પોલીસકર્મીને પણ માર મારવામાં આવ્યો હતો. આ અથડામણમાં એક વ્યકિત ઘાયલ થઇ હતી. ઉજ્જૈનની દરગાહમંડી નજીક કોંગ્રેસી કાર્યકરોએ તોડફોડ કરી હતી.

UPA chairperson Sonia Gandhi and former prime minister Manmohan Singh join Congress chief Rahul Gandhi in New Delhi for the nationwide shutdown on Monday
UPA chairperson Sonia Gandhi and former prime minister Manmohan Singh join Congress chief Rahul Gandhi in New Delhi for the nationwide shutdown on Monday

ઉત્તર પ્રદેશના દેવરિયામાં કોંગ્રેસી કાર્યકરોએ બળજબરીપૂર્વ દુકાનો બંધ કરાવી હતી. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના ર૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. હાવડા રેલવે સ્ટેશન નજીક ડાબેરી સમર્થકો દ્વારા એક ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના સાઉથ ર૪ પરગણામાં લક્ષ્મીકાંતપુરમાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ટ્રેનની ઇલેક્ટ્રિક લાઇનો પર કેળાંની છાલ ફેંકી હતી, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. આ તમામ કાર્યકરો દુર્ગાપુર રેલવે સ્ટેશનમાં બળજબરીપૂર્વક ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. છત્તીસગઢમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ સામે ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા અને મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પૂર્વોત્તર રાજ્યમાં પણ ભારત બંધની વ્યાપક અસર જોવા મળી હતી.

ગુવાહાટીમાં કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ઊતરી આવીને વિરોધ દેખાવો કર્યા હતા. દ‌િક્ષણનાં રાજ્યમાં કેરળમાં સૌથી વધુ ભારત બંધની અસર જોવા મળી રહી છે. કેરળમાં મોટા ભાગની દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ છે અને રાજ્યએ બસ સેવાઓ પણ બંધ કરી દીધી છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના વિરોધમાં કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. કોંગ્રેસે આ બંધમાં ૨૧ વિપક્ષી દળોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીપીઆઈના કાર્યકરોએ રસ્તા પર ઊતરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓડિશાના સંબલપુરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટ્રેનો રોકી હતી. બિહારના દરભંગા અને જહાનાબાદમાં આરજેડીના કાર્યકરોએ રેલવે ટ્રેક અને અન્ય કેટલીક જગ્યાઓ પર આગ લગાવી દેતાં ભયના માહોલ ફેલાયો છે. મોતીહારિમાં નેશનલ હાઈવે-૨૮ જામ કરી દેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષના નેતાઓ-કાર્યકરોએ નવી દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને રામલીલા મેદાન સુધીની માર્ચનો પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએ હોવાથી આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે તેવું કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ હવે રાહુલ યાત્રા પરથી પરત આવી ગયા છે અને તેમણે મોરચો સંભાળી લીધો છે.

Tripura Pradesh Congress president Birajit Sinha protests in front of the state secretariat.
Tripura Pradesh Congress president Birajit Sinha protests in front of the state secretariat.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની મોદી સરકારે છેલ્લા બાવન મહિનાઓમાં દેશના લોકોના ૧૧ લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે. ભાજપ સરકાર ચલાવવાના બદલે નફાખોર કંપની ચલાવી રહ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સમગ્ર દેશની જનતાને દઝાડનારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની ચર્ચા તો ઠીક તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો તે વાત શરમજનક છે. એક તરફ આજે ‘ભારત બંધ’નું એલાન છે ત્યારે જ ફરીથી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં લોકોનો રોષ વધુ ફાટી નીકળ્યો છે. રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૨૨ પૈસા અને પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસાનો વધારો થયો છે.

શહેરમાં ‘ભારત બંધ’ સફળ બનાવવા રોડ ઉપર ઉતરેલાં કોંગ્રેસ કાર્યકરો પૈકીના કુલ ૩૩૫ની પોલીસે અટકાયત કરી હતી. રખિયાલમાં સવારે વેપાર-ધંધા બંધ કરાવા નીકળેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કરતા માહોલ તંગ બન્યો હતો. નાસભાગ બાદ પોલીસે ત્રણેક કોર્પોરેટર સહિત અનેક લોકોની અટકાયત કરી હતી. કોટ વિસ્તારમાં માધવપુરા અને હલીમની ખડકી પાસે બસના કાચ ફોડવામાં આવ્યા હતા. સૌથી વધુ અટકાયત નિકોલમાં ૩૩ અને રિલીફ રોડ ઉપર ૨૧ની કરવામાં આવી હતી. કોઇ અનિચ્છનિય ઘટના પણ ઘટી નહીં હોવાનું સેક્ટર-૨ એડીશનલ સીપી અશોક યાદવે જણાવ્યું હતું.

‘ભારત બંધ’ સંદર્ભે રિલીફ રોડ ઉપર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના ૨૧ કોંગ્રેસી આગેવાનોએ ધરપકડ વહોરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે થલતેજ વિસ્તારમાં જાતે જ AMTS બસની હવા કાઢ્યા પછી ધરપકડ વહોરી હતી. એકંદર પશ્ચિમ વિસ્તારમાં ઓછી ગતિવિધી જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરામાં આઠ સહિત કુલ ૧૨૫ની અટકાયત કરાઈ હતી. જ્યારે, સેક્ટર-૨ના એડિશનલ કમિશનર અશોકકુમાર યાદવે જણાવ્યું હતુ કે, પૂર્વ અમદાવાદમાંથી કુલ ૨૧૦ લોકોની અટકાયત કરાઇ છે.

રખિયાલના સ્થાનિક સૂત્રોના જણાવ્યાં અનુસાર, બપોરે વેપાર-ધંધા બંધ કરાવા નીકળેલા કેટલાક લોકો બળજબરીથી લોકોને બંધ કરાવી રહ્યાંના સંદેશાથી પોલીસ ટીમ દોડી આવી હતી અને ટોળાને લાઠીચાર્જ કરીને વીખેરી કાઢ્યું હતુ. નાસભાગ મચતા વિસ્તારમાં તંગદીલી વ્યાપી હતી. સૂત્રોનું કહેવું છે કે, આ દરમિયાન એક કાર્યકરને છાતીમાં ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. રખિયાલની એક ઘટનાને બાદ કરતા પૂર્વ અમદાવાદમાં અન્ય કોઇ અનિચ્છનિય ઘટના ઘટી ન હતી.

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here