10 દિવસ જેમને પૂજ્યા તે વિઘ્નહર્તાની વિસર્જન બાદ બદહાલી, AMCના બુલડોઝરે મૂર્તિઓ કચડી

0
44
L-ganesh-statue-removal-with-jcb-machine-in-sabarmati-river-front-by-amc-in-ahmedabad-gujarati-new

વિઘ્નહર્તા ગણેશની આવી દુર્દશા ક્યારેય જોવા મળી નહી હોય. એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ગણેશજીની મુર્તિઓને એએમસીના બુલડોઝર દ્વારા રીતસર તોડી નાખવામાં આવી છે. ગણેશજીની મૂર્તિઓનો જે રીતે નિકાલ કરાઈ રહ્યો છે તેને જોઈને ગણેશ ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે. વીડિયોમાં રીતસર ગણેશજીનું અપમાન થતું હોય તેવું દેખાઇ રહ્યું છે. જેના લીધે અસંખ્ય ગણેશ ભક્તોની લાગણી દુભાઇ રહી છે.

અમદાવાદમાં લોકો દૂંદાળાદેવને વાજતે ગાજતે પોતાના ઘરમાં અને શેરીમાં લાવ્યા હતા. ગણેશ વિસર્જનના દિવસે લોકો એએમસીએ બનાવેલા કુંડમાં પોતાના ઘરે લાવેલી ગણેશની મુર્તિનું વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા. એએમસીએ તેમને માનભેર કુંડમાં વિસર્જન કરશે તેવી આશાએ પાછા પણ ફર્યા હતા પરંતુ વીડિયો વાયરલ થયો છે તેને જોઈને તેમની આશા ઠગારી નિવાડી હોવાનું અનુભવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર દ્વારા વિઘ્ન હર્તા ગણેશની મુર્તિઓનું અપમાન કરીને તેને કચડી નાખવામાં આવતી હોય તેવા વીડિયોએ હાલ કોર્પોરેશન સામે ફિટકાર વરસાવી છે. લોકો પોતાના ઘરે લાવેલી ગણેશ મુર્તિઓને વિસર્જન કર્યા બાદ એએમસીએ આ મુર્તિઓને જે રીતે ખુરદો બોલાવ્યો તેનો એક ચોંકાવનારા વીડિયોમાં સામે આવી રહ્યું છે. આ વીડિયો કોર્પોરેશનના સત્તાધીશોને મળ્યો છે કે નહી પરંતુ હાલ વાયરલ થતાં લોકોની લાગણી દુભાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો સરદાર બ્રિજથી એલિસબ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટ પાસેનો છે. તેમાં રીતસર ગણેશની મુર્તિઓને તોડીને કચ્ચરઘાણ બોલાવવામાં આવી રહ્યો છે.

L-ganesh-statue-removal-with-jcb-machine-in-sabarmati-river-front-by-amc-in-ahmedabad-gujarati-new
L-ganesh-statue-removal-with-jcb-machine-in-sabarmati-river-front-by-amc-in-ahmedabad-gujarati-new