BSP સાથે ચૂંટણી ગઠબંધન ન થવાથી અમારી પર કોઈ અસર નહીં પડેઃ રાહુલ ગાંધી

0
43
/news/NAT-HDLN-rahul-gandhi-speaks-about-alliance-with-bsp-in-loksbha-election-2019-gujarati-news-5965914-NOR.htm
/news/NAT-HDLN-rahul-gandhi-speaks-about-alliance-with-bsp-in-loksbha-election-2019-gujarati-news-5965914-NOR.htm

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને નથી લાગતું કે બીએસપી સાથે ગઠબંધન ન થઈ શકવાના કારણે ચૂંટણીમાં કોંગ્રેસ પર કોઈ અસર પડશે. અમે 2019માં ઘણી વધુ સીટો જીતીશું. રાહુલની આ કોમેન્ટ બીએસપી પ્રમુખ માયાવતીએ તાજેતરમાં જ આપેલા એક નિવેદન પર કરી હતી કે બીએસપી મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે દિગ્વીજય સિંહ જેવા નેતા કોંગ્રેસ-બીએસપીની વચ્ચે ગઠબંધન નથી થવા દેતા માગતા.

મારું મંદિરમાં જવું ભાજપને પસંદ નથી પડ્યું- રાહુલ

રાહુલે હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટમાં અનેક સવાલોના જવાબ આપ્યા. તેઓએ કહ્યું, “હું અનેક વર્ષોથી મંદિરો, ગુરુદ્વારાઓ અને મસ્જિદોમાં જતો આવ્યો છું. અચાનક તેનો પ્રચાર થવા લાગ્યો. મને લાગે છે કે ભાજપને મારું મંદિર જવું પસંદ નથી આવ્યું. તેઓ તેનાથી નારાજ થઈ ગયા. શક્ય છે કે ભાજપને એવું લાગે છે કે માત્ર તેમના નેતા જ મંદિરોમાં જઈ શકે છે.”

રાહુલે કહ્યું- મારામાં અને માતામાં એક ફરક

– તમારી અને સોનિયા ગાંધીની રાજનીતિમાં શું અંતર છે, આ સવાલ પર રાહુલે કહ્યું કે, મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે. તેમની પાસેથી મેં ધીરજ રાખવાનું શીખ્યો. પહેલા હું આટલી ધીરજ નહોતો રાખી શકતો. અમારી વચ્ચે સામાન્ય વાત એ છે કે અમે બંને લોકોની વાત સાંભળીએ છીએ.
– રાહુલે કહ્યું, પહેલા હું લોકોની વાત ઓછી ધ્યાનમાં લેતો, હવે વધુ ધ્યાન આપું છું. કાલે સોનિયાજીએ મને કહ્યું હતું કે તેઓ અંતરઆત્માનો અવાજ સાંભળે છે અને હું પોતાના મનની વાત સાંભળું છું. અમારા બંનેમાં કદાચ આ ફરક છે.

સત્તામાં આવીએ તો ત્રણ વાતો પર પ્રાથમિક્તા

રાહુલે કહ્યું કે સત્તામાં આવતા અમારું ફોકસ ત્રણ વાતો પર રહેશે. હું ખેડૂતોને વિશ્વાસ અપાવીશ કે તેઓ દેશન માટે કેટલા મહત્વપૂર્ણ છે. હું હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટર પર વધુ ધ્યાન આપીશ અને લઘુ અને મધ્યમ ઉદ્યમોને પ્રોત્સાહન આપીશ.

નોટબંધી સૌથી અસંગત નિર્ણય- રાહુલ

રાહુલે કહ્યું કે નોટબંધી મોદી સરકારનો સૌથી અસંગત નિર્ણય હતો. નોટબંધીના કારણે 2% જીડીપીને નુકસાન થયું. એવું જ જીએસટીના મામલામાં થયું. જીએસટીને લઈને અમારો કોન્સેપ્ટ કંઈક અલગ હતો. પરંતુ આ સરકારે અમારું સાંભળ્યું નહીં. આ સરકારે દેશની જનતાની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે.