કોંગી MLA વસોયાએ જાહેર માર્ગો પર નગ્ન થઈ પાક વિમા મુદ્દે ઉપલેટામાં રેલી કાઢી

0
46
/news/SAU-RJK-HMU-LCL-lalit-vasoya-mla-in-upleta-farmer-issue-gujarati-news-5968233-NOR.html?ref=h
/news/SAU-RJK-HMU-LCL-lalit-vasoya-mla-in-upleta-farmer-issue-gujarati-news-5968233-NOR.html?ref=h

કોંગી MLA લલિત વસોયાએ ખેડૂતોના પાક વિમાના પ્રશ્નો મુદ્દે આજે ઉપલેટામાં નગ્ન થઈ રેલી કાઢી હતી. ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે થયેલા પાક વિમો પાસ થવાના મુદ્દે વિરોધ રેલી કાઢી હતી. ઉપલેટાના મુખ્ય માર્ગો પર લલિત વસોયા અને ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ સહિત કોંગી કાર્યકરોએ નગ્ન થઈ ઉપલેટાના જાહેર માર્ગો પર બેનરો સાથે વિરોધ રેલી કાઢી હતી.

ઉપલેટા તાલુકામાં સરકારે ચોમાસાના ખરિફ પાકોના બદલે વિમામાં રવિપાક એવા ઘઉંનો વિમો સરકારે પકાવ્યો છે. જો કે ચોમાસામાં ઘઉંના પાક ઉગતો જ ન હોવાથી ખેડૂતો વિમો મળ્યો જ નથી. આ સંદર્ભે અનેક વખત રજુઆત કર્યા પછી પણ સરકાર પગલા ન લેતા કોંગ્રેસીઓએ વિરોધ રેલી કાઢી હતી. આ પહેલા મુખ્યમંત્રીને પણ પત્ર દ્વારા રજુઆત કરાઈ હતી પરંતુ યોગ્ય પગલાં ન લેતા કોંગી કાર્યકરો વિફર્યા હતા.

/news/SAU-RJK-HMU-LCL-lalit-vasoya-mla-in-upleta-farmer-issue-gujarati-news-5968233-NOR.html?ref=h
/news/SAU-RJK-HMU-LCL-lalit-vasoya-mla-in-upleta-farmer-issue-gujarati-news-5968233-NOR.html?ref=h