ઈશા અંબાણી લગ્ન બાદ 452 કરોડ રૂપિયાના બંગલામાં રહેશેઈશાના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થશે

0
14
- n/news/BUS-LNEWS-HDLN-isha-ambani-and-anand-piramal-will-shift-in-rs-450-crore-bunglow-after-marriage-gujarati-news-5982137-PHO.html?re
- n/news/BUS-LNEWS-HDLN-isha-ambani-and-anand-piramal-will-shift-in-rs-450-crore-bunglow-after-marriage-gujarati-news-5982137-PHO.html?re

પીરામલ પરિવારના વર્લી સ્થિત ઓલ્ડ ગુલીટા બંગલામાં રહેશે આનંદ અને ઈશા, અજય-સ્વાતિ પીરામલે આ બંગલો ગીફટમાં આપ્યો

– ઈશા હાલ પિતા મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલામાં રહે છે, તેની કિંમત છથી આઠ હજાર કરોડ રૂપિયાની વચ્ચે

મુંબઈઃ આનંદ પીરામલ અને ઈશા અંબાણી લગ્ન બાદ 452.5 કરોડ રૂપિયાના ઓલ્ડ ગુલીટા બંગલામાં રહેશે. લગ્ન 12 ડિસેમ્બરે છે. મિડિયાન રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે, આનંદના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલે આ બંગલો પુત્ર અને આવનારી વહુને ગીફટમાં આપ્યો છે.

વર્લી સ્થિત આ પાંચ માળના બંગલામાંથી સમુદ્રનો નજારો જોઈ શકાય છે. બંગલો 50 હજાર સ્કેવરફુટમાં ફેલાયેલો છે. આનંદના પિતા અજય પીરામલે 2012માં તેને હિંન્દુસ્તાન યુનીલિવર પાસેથી ખરીદ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેને ખરીદવાની દોડમાં અનિલ અંબાણી અને ગૌતમ અંદાણી પણ સામેલ હતા. અનિલ અંબાણીએ 350 કરોડ રૂપિયાની જયારે ગૌતમ અંદાણીએ 400 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

ગુલીટા 50 હજાર સ્કેવર ફીટમાં ફેલાયેલો છે

– બંગલામાં ત્રણ બેઝમેન્ટ છે. તેમાંથી બે સર્વિસ અને પાર્કિંગ માટે છે. પ્રથમ બેઝમેન્ટમાં લોન, વોટર પ્રુફ અને એક મલ્ટીપરપઝ રૂમ છે. ગ્રાઉન્ડ ફલોર પર એન્ટ્રન્સ લોબી અને ઉપરના માળો પર લિવિંગ, ડાઈનિંગ હોલ, મલ્ટીપરપઝ રૂમો અને બેડરૂમ છે.

– બંગલના અલગ-અલગ ફલોર પર લાઉન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સર્વન્ટ ક્વાર્ટર પણ છે. બંગલાના નિર્માણમાં શરૂઆતમાં વિવાદ થયો હતો. પરંતુ ઝડપથી પતી ગયો. 2015માં ગુલીટા બંગલના રિનોવેશનમાં તેજી આવી.

– અજય અને સ્વાતિ પીરામલે ઓલ્ડ ગુલીટા બંગલો પુત્ર આનંદ અને આવનારી વહું ઈશાને ગિફટ કરી દીધો છે. તેના માટે બીએમસીમાંથી 19 સપ્ટેમ્બરે કલીયરન્સ સર્ટિફીકેટ પણ મળી ચુકયું છે.

– ગુલીટાના ઈન્ટીરિયર પર હાલ પણ કામ ચાલી રહ્યું છે. એક ડિસેમ્બરે પીરામલ પરિવારે ત્યાં પૂજા રાખી છે. 12 ડિસેમ્બરે લગ્ન બાદ આનંદ અને ઈશા બંગલામાં શિફ્ટ થઈ જશે.

– ઈશાના પિતા મુકેશ અંબાણીનો બંગલો એન્ટેલિયા 4 લાખ સ્કેવર ફુટમાં ફેલાયેલો છે. 27 માળના આ બંગલામાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે. બંગલાની દેખરેખ માટે 600 કર્મચારીઓનો સ્ટાફ છે.

ઈશા-આનંદના લગ્નનું કાર્ડ 3 લાખ રૂપિયાનું છે

ઈશાના લગ્નનું કાર્ડ પણ ખૂબ જ ચર્ચામાં છે. એક બોક્સની અંદર ડાયરીનુમા ઈનવિટેશન કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. બોક્સની ઉપર ઈશા અને આનંદના નામનો પ્રથમ અક્ષર લખેલો છે. તેમાં સોનાનો ગલેટ કરેલું બીજું એક બોક્સ છે. તેને ખોલવા પર ગાયત્રી મંત્ર વાગે છે. તેની અંદર ચાર નાના બોક્સ છે. જેમાં અલગ-અલગ ગિફટ છે.