ચક્રવાત: તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર; 23 લોકોનાં મોત, 80 હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યાંબંગાળની ખાડીથી તટ તરફ 14 કિલોમીટરની સ્પીડે વધ્યું હતું ચક્રવાત.

0
12
news/NAT-HDLN-gaja-cyclone-damaged-in-nagapattinam-in-overnight-rainfall-and-strong-winds-in-tamil-nadu-gujarati-news-5982335-NOR.html?r
news/NAT-HDLN-gaja-cyclone-damaged-in-nagapattinam-in-overnight-rainfall-and-strong-winds-in-tamil-nadu-gujarati-news-5982335-NOR.html?r

ચક્રવાતની અસરથી સાત જિલ્લાઓમાં ભારે વરસાદ, ભારે પવનથી ઝાડ-થાંભલા ધરાશાયી.
તોફાન પ્રભાવિતો માટે છ જિલ્લામાં 471 રાહત શિબિર બનાવવામાં આવ્યાં.

ચેન્નાઈ: ચક્રવાતી વાવાઝોડું ગાજા ગુરૂવારે મોડી રાત્રે તામિલનાડુના નાગપટ્ટનમ અને વેદરન્નિયમ કાંઠા સાથે અથડાયું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન તોફાની હવાની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક કરહી. ગાજાની અસરથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું કે દુર્ઘટનામાં 23 લોકોનાં મોત નિપજ્યાં છે. સંકટ નિવારણ વિભાગે 81 હજાર લોકોને કાંઠાના વિસ્તારોથી હટાવીને 471 જેટલાં રાહત શિબિરમાં મોકલ્યાં છે. હવામાન વિભાગે શુક્રવારે સાંજ સુધીમાં તોફાન નબળું પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

ઘણાં વિસ્તારોમાં વીજળી ઠપ્પ

– પવન ફૂંકાતો હોવાથી અને વરસાદના કારણે ઘણી જગ્યાએ વીજળીના થાંભલા ઉખડી ગયા છે. પરિણામે ઘણાં વિસ્તારોમાં વીજળી પહોંચી રહી નથી. તટીય વિસ્તારોમાં આવેલા ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. પ્રશાસને મદદ માટે એનડીઆરએફની નવ ટીમને પ્રભાવિત વિસ્તારમાં તહેનાત કરી છે. ગુરુવારે-શુક્રવારે દરેક સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દીધી છે.

14 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે ચક્રવાત

– હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત ગાજા 14 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. તમિલનાડુ, દક્ષિણ આંધ્ર અને પોંડિચેરી તટ પર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
– તમિલનાડુમાં એનડીઆરએફની નવ અને પોંડિચેરીમાં બે ટીમ તહેનાત છે. તે સિવાય 31 હજાર બચાવ કર્મીઓ અને એસડીઆરએફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જેથી જરૂર પડે ત્યારે તેમની મદદ લઈ શકાય.

સાત જિલ્લામાં સૌથી વધારે વરસાદ

– હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તમિલનાડુના ઉત્તરી અને દક્ષિણ તટીય વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. કુડ્ડાલોર, નાગાપટ્ટનમ, તિરુવરુર, થંજાવુર, પડ્ડુકોટ્ટાઈ, તૂતિકોરિન અને રામનાથપુરમમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

મૃતકોના પરિવારને રૂ. 10-10 લાખની મદદ

પડ્ડુકોટ્ટાઈ જિલ્લામાં એક મકાન ધરાશાયી થવાની ચાર યુવકોના મોત થયા છે, જ્યારે 3 મહિલાઓ ઘાયલ થઈ છે. થંજાવુર અને તિરુવરુર જિલ્લામાં સાત લોકોના જીવ ગયા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ. 10-10 લાખની સહાયજાહેર કરી છે. હાલ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

પરીક્ષાઓ રદ, સ્કૂલ-કોલેજ બંધ

અન્ના યૂનિવર્સિટીમાં રાખવામાં આવેલી સેમિસ્ટર પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જ્યારે ટેક્નીકલ ડિપ્લોમા કોર્સની પરીક્ષાઓની તારીખ 24 નવેમ્બર સુધી વધારવામાં આવી છે. રાજ્યના તંજુવર, ત્રિરુવરુર, નાગપટ્ટનમ, રામનાથપુરમ, પુડુકોટ્ટાઈ અને પોડીચેરીના કરાઈકલ જિલ્લામાં સ્કૂલ કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.