ઋષિ કપૂર : શા માટે આપણા ક્રિકેટર્સ દાઢી રાખે છે?

0
60

આ એક્ટર અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. જોકે, આ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર ક્યારેક ક્યારેક તેમની હાજરી જોવા મળે છે. આ સીનિયર એક્ટરે હવે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ વિશે કોમેન્ટ કરી છે. ઋષિએ વર્લ્ડ કપ માટેની ઇન્ડિયાની ટીમનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો અને એની સાથે લખ્યું હતું કે, ‘આ પિક્ચરને રેફરન્સ પોઇન્ટ તરીકે ન લેતા, પરંતુ શા માટે આપણા મોટા ભાગના ક્રિકેટ પ્લેયર્સ દાઢી રાખે છે? ચોક્કસ જ તેઓ એના વિના સ્માર્ટ અને ડેશિંગ લાગે છે. ફક્ત એક ઓબ્ઝર્વેશન.’

આ ફોટોગ્રાફમાં ટીમ કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી અને જસપ્રિત બુમરાહ દાઢીવાળા લુકમાં જોવા મળે છે.