દિલીપ સાબવા નશાખોર છે એ આખું ગુજરાત જાણે છે: મુકેશ પટેલ

0
25

ગાંધીનગર,
લોકસભા ચૂંટણી લડવા માટે પાટીદાર અગ્રણી દિલીપ સાબવાએ ફોર્મ ભર્યું હતું પરંતુ છેલ્લી ઘણીયે દિલીપ સાબવા એ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. પરંતુ દિલીપ સાબવા એ પ્રેસ સંબોધન કરતા જણાવ્યું કે પાટીદારો ના છોકરાઓ અને આંદોલન કારીઓ દારૂડિયાઓ કહ્યા છે જેને લઈને અમને રોષ છે. જે અનુસંધાને દિલીપ સાબવા ને લઈને પાસ અગ્રણી મુકેશ પટેલે જણાવ્યું કે દિલીપ સાબવા જાતે એક નશાખોર છે એ આખું પાટીદાર સમાજ અને ગુજરાત જાણે છે. પાટીદાર નેતા મુકેશ પટેલે જણાવ્યું કે આજે એ વ્યક્તિએ સમાજ ના યુવાનને દારૂડિયો બતાવ્યો છે જેથી અમને દુઃખ ની લાગણીઓ અનુભવીએ છીએ દિલીપ સાબવા રાજકિય પાર્ટીમા જાડાય તેનાથી અમને કોઇ વાંધો નથી પણ સમાજને બદનામ કરવાનુ બંધ કરે અમારા સમાજમાથી ઘણા લોકો પાર્ટીમાં જાડાયા છે. અમે કોઇ દિવસ તેનો વિરોધ કર્યો નથી પણ દિલિપ સાબવા એ સીધો સમાજ ઉપર પ્રહાર કર્યો એટલે અમને ઘણુ દુઃખ થયુ છે એટલે મારે મીડિયા સમક્ષ હજર થવુ પડ્યુ.
વધુ જણાવતા કહ્યું કે અમે જ્યારે અપક્ષ તરીકે ફોર્મ ભરવાનુ નક્કી કર્યું હતું ત્યારે હુ પણ ફોર્મ ભરવાનો હતો પરંતુ દિલિપ સાબવા એ મને ફોન કરીને જણાવ્યું કે હુ ફોર્મ ભરુ છુ તો તમે રહેવા દો ત્યારે પણ મે અગ્રણીઓને કહેલું કે આ એક લુચ્ચું પ્રાણી છે પરંતુ મેં સમાજનું માન રાખવા માટે તેના પર વિશ્વાસ કરીને મેં ફોર્મ ના ભર્યું અને ગાંધીનગર થી દિલીપ સાબવાને ફોર્મ ભરવા દીધું જ્યારે દિલીપ સાબવા ફોર્મ ભરવા ગયો ત્યારે અમે બધા એની જાનમાં જાડાયા હતા. પરંતુ જ્યારે દિલીપ સાબવા એ જ્યારે ફોર્મ પરત ખેંચ્યું ત્યારે અમને કોઈ ને જાણ કરી ન હતી આથી આનો મતલબ સ્પષ્ટ થાય છે કે દિલીપ સાબવા કોઈ રાજકીય પાર્ટીમાં જાડાઇ ગયો છે.