અમદાવાદ, તા.૩
ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાઇ ગયુ છે. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા નિકળનાર છે. આવતીકાલે ગુરૂવારના દિવસે ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાને લઇને ૨૫ હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈયાર થઇ ચુક્યા છે. આના માટે રિહર્સલ પણ થઇ ચુક્યું છે. મળેલી માહિતી મુજબ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમ અને અન્ય સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરુપે દરિયાપુર અને શાહપુર વિસ્તાર અતિસંવેદનશીલ માનવામાં આવે છે. કાલુપુર ચોખા બજારથી લઇને દરિયાપુર વિસ્તારના જાર્ડન રોડ થઇ અને દિલ્હી ચકલા સુધી સાત ડીએસપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક આરએએફ, ચાર બીએસએફ, ચાર એસઆરપી, એક મહિલા બીએસએફની કંપની તૈનાત કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત દરિયાપુરમાં ૬૩ અને શાહપુર વિસ્તારમાં ૪૭ કેમેરા મળીને ૧૦૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ ઉપર રિહર્સલ કરવામાં આવી ચુક્યુ છે. પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તેમાં રહેલી ખામીઓને દૂર કરવા જણાવ્યું હતું. ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે પહેલાથી જ સુરક્ષા જવાનો તમામ માર્ગો પર ગોઠવાઇ ગયા હતા. આને લઇને છેલ્લા કેટલાક દિવસથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો આ વખતે અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. ચેતક કમાન્ડોની એક યુનિટ ગોઠવવામાં આવી હતી. જુદા જુદા રાજ્યોની કંપનીઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાળજી રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પહેલા પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મોસાળ સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો આ વખતે ૨૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ચેતક કમાન્ડોની બે ટુકડીઓ રહેશે. આસામ અને નાગાલેન્ડની બે કંપનીઓ પણ ગોઠવી દેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાળજી રાખવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પહેલા પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી હતી. ૩૦૦થી વધારે લોકોને પાસા અને ૧૫૦થી વધારે લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. ઇઝરાયેલી બલુન અને ડ્રોનની ૧૮ ટીમો મારફતે સુરક્ષા પર નજર રહેશે. હવાઇ સર્વેલન્સના માટે ૧૮ ટીમો તૈયાર કરવામાં આવી છે. રથયાત્રાને લઇને સુરક્ષામાં કોઇ કમી રાખવામાં આવનાર નથી.