અમદાવાદના મેયર બિજલ પટેલને વાયરલ ફિવર થયો

0
10


મચ્છરજન્ય રોગચાળા, વાયરલ ફિવરના કેસો વધી રહ્યા છે ત્યારે હવે કોર્પોરેશન તંત્રની કામગીરીની સામે સવાલ

અમદાવાદ, તા.૨૫
ગુજરાત સરકાર દ્વારા રાજ્યને ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હેઠળ આવતા મેલેરિયા વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ મચ્છરના બ્રિડીંગ શોધી અને મોટી મોટી સાઈટો અને હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઝૂંબેશ વચ્ચે અમદાવાદના મેયર બિજલ પટેલ જ વાયરલ ફિવરના સંકજામાં સપડાયા છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી બીમાર છે અને તેમની અસરકારક સારવાર ચાલી રહી છે. જા કે, બીજીબાજુ, શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે અમ્યુકો તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે પરંતુ હવે ખુદ મેયરને ડેન્ગ્યુ થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠયા છે. ચોમાસું સક્રિય થયા પહેલા જ અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. એક રીતે કહીએ તો, જાણે કોર્પોરેશન તંત્ર રોગચાળાને નાથવામાં નિષ્ફળ નિવડ્‌યું છે. શહેરમાં એક સાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાથી વાયરલના કિસ્સાઓમાં વધારો થયો છે. અમ્યુકો અને સરકારી હોÂસ્પટલોમાં રોજેરોજ નવા કેસો અને દર્દીઓની સંખ્યા વધી રહી છે. એકબાજુ, અમ્યુકો તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં શાળા, કોલેજા અને હોÂસ્પટલસો, હોટલ, રેસ્ટોરન્ટ, કન્સ્ટ્રકશન સાઇટ સહિતના સ્થળોએ મચ્છરોના બ્રિડીંગની ઝુંબેશ ચલાવાઇ રહી છે અને દવાના છંટકાવ સહિતના જરૂરી પગલાં લેવાઇ રહ્યા છે પરંતુ આ તમામ ઝુંબેશ અને પ્રયાસો વચ્ચે ખુદ અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી બિજલ પટેલ જ વાયરલ ફિવરના સંકજામાં સપડાતાં તંત્ર દોડતુ થઇ ગયુ છે. ખાસ કરીને રોગચાળાને લઇ હવે કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.