સીધા વાળને કેવી રીતે બ્લો ડ્રાય કરવા
સીધા વાળ માટે 1800Wનું બ્લો-ડ્રાયર અને મલ્ટીપલ હીટ/એર સેટિંગ્સ ઉત્તમ રહેશે.જો તમારા વાળ વધારે પડતા નિસ્તેજ હોય તો એ જ્યારે ભીના હોય ત્યારે એમાં લીવ-ઈન ક્રીમ કે મૂસ લગાડો. હેર ક્લિપ વડે વાળના ક્રાઉન ભાગને બાંધી દો અને નીચેના ભાગને ગોળ બ્રશ વડે સૂકવવાનું શરૂ કરો. એને નાના ભાગોમાં વહેંચી દો અને નોઝલની અણીને નીચેની તરફ રાખો જેથી એનું લીસાપણું લાંબો સમય સુધી રહે. નીચેનો ભાગ બરાબર થઈ જાય એટલે એને બાંધી દો અને હવે ઉપરના ભાગમાં શરૂ કરો. મૂળથી લગાડવું ચાલુ કરો જેથી તમારા વાળ ભરાવદાર લાગશે અને બ્રશથી વાળને આગળની તરફ ખેંચો. જ્યારે બધી બાજુએ કામ પૂરું થઈ જાય એટલે બધા વાળને પાછળ ધકેલી દો અને તમારા કપાળની ઉપરના ભાગને સૂકો કરી નાખો.
વાંકડિયા વાળને કેવી રીતે બ્લો ડ્રાય કરવા
તમારા સુંદર વાંકડિયા વાળ બગડે નહીં એવું જો તમે ઈચ્છતા હો તો 1200Wવાળું ડિફ્યૂઝર તમારા માટે એકદમ જરૂરી છે.તમારા વાંકડિયા વાળમાં મોઈશ્ચર જાળવી રાખવા માટે ક્રીમી લીવ-ઈન કર્લ ડીફાઈનિંગ કન્ડિશનર લગાડો અને પછી એને ગરમી આપવાનું શરૂ કરો. *ડ્રાયરને મીડિયમ હીટ અને સ્પીડ પર રાખવું. હવે શરૂઆત ગરદનની પાછળના ભાગથી કરો, ડિફ્યૂઝરને વાળના મૂળ સુધી લઈ જાવ અને હળવે હાથે ફેરવતા રહીને વાળના મૂળને ધીમે ધીમે સૂકા કરો. *મૂળને કુદરતી રીતે સૂકા થવા દો, કારણ કે વાંકડિયા વાળના મૂળને બ્લો-ડ્રાઈંગ કરવાથી એ ફ્રિઝી બને છે.