ગૃહ કાર્યવાહી અચોક્કસ મુદ્દત માટે મુલત્વી કરાઈ

0
13

નવીદિલ્હી, તા. ૬
લોકસભા સ્પીકર ઓમ બિડલાએ ગૃહની કાર્યવાહીને અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવાની મોડેથી જાહેરાત કરી હતી. લોકસભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવ્યા બાદ વંદે માતરમનું ગાયન કરવામાં આવ્યું હતું. લોકસભા સ્પીકરે પત્રકારોને પણ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, તમામ લોકોએ ગૃહની કાર્યવાહીને સફળ બનાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી છે. આ સત્રમાં એક સત્રમાં સૌથી વધારે કામ થયું છે. ૩૬ બિલ પાસ કરવામાં આવ્યા છે. ૧૦૦૦થી પણ વધારે લોકહિતના મુદ્દા શૂન્યકાળ દરમિયાન ઉઠાવવામાં આવ્યા છે. ઓમ બિડલાએ કહ્યું હતું કે, જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર પ્રથમ વખત સાંસદ બનેલા લોકોનો બોલવા માટે પુરતી તક આપી દેવામાં આવી હતી. ૧૭મી લોકસભાનું સત્ર તમામ માટે યાદગાર રહે તેવી કામ થયું છે. તમામ સભ્યોની ઉલ્લેખનીય ભુમિકા રહી છે.