પંજાબી મ્યુઝિક વિડિયોથી શમિતા શેટ્ટી વાપસી કરશે

0
22

મુંબઇ,તા. ૯
બોલિવુડમાં કોઇ સમય સૌથી ખુબસુરત અને ગ્લેમર અભિનેત્રીઓમાં સામેલ રહી ચુકેલી ખુબસુરત શમિતા શેટ્ટી હવે ફરી એકવાર બોલિવુડ અને સંગીતની દુનિયામાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત તે અનેક ક્ષેત્રોમાં હાથ અજમાવી ચુકી છે. જેમાં ફેશન ડિઝાઇન, ઇન્ટરિયર, ડાન્સિંગ, ટ્રાવલિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. હવે શમિતા પંજાબી મ્યુઝિક વિડિયોમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. એમ કહેવામાં આવે છે કે શમિતા શેટ્ટીના પંજાબી ડેબ્યુ વિડિયોને તેની બહેન શિલ્પા શેટ્ટી અને તેના જીજા રાજ કુન્દ્રા ડાયરેક્ટ કરવા જઇ રહ્યા છે. આ એક ડાન્સ નંબર રહેનાર છે. શમિતા આનાથી પહેલા શરારા શરારા, ચોરી પે ચોરી, બરસા જાએ બાદલ જેવા ડાન્સ નંબર પર કામ કરી ચુકી છે. આ ગીતનુ ટાઇટલ તેરી મા રાખવામાં આવનાર છે. જેનુ શુટિંગ એક ગામના ઢાબા ખાતે અને એક નાઇટ ક્લબ ખાતે કરવામા ંઆવનાર છે. આ પંજાબી સોંગમાં શમિતાની સાથે ટિકટોક સ્ટાર માનવ છાબડાને લેવામાં આવનાર છે. આ સંબંધમાં વાત કરતા શમિતા શેટ્ટીએ કહ્યુ છે કે આ ખુબ મજેદાર પંજાબી સોંગ છે. જેના મારફતે તેને તેનુ મનપસંદ કામ કરવાની તક મળી રહી છે. ડાન્સને લઇને તે હમેંશા આશાવાદી રહી છે. ડાન્સને તે ખુબ પસંદ કરે છે. આ ગીતનુ શુટિંગ પહેલા પણ કરવામા આવ્યુ હતુ. લોકપ્રિય શમિતાએ કહ્યુ છે કે તેની બહેન શિલ્પા સાથે કામ કરીને તે ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે જે લોકોને ઓળખે છે તે પૈકી રાજ પણ એક ઝનુની વ્યÂક્ત છે. જે વારંવાર સરપ્રાઇઝ આપતા રહે છે. શમિતા શેટ્ટીએ બોલિવુડમાં ધમાકેદાર રીતે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ કેટલીક મોટી ફિલ્મોમાં પણ નજરે પડી હતી. જા કે તે વધારે સમય સુધી ટકી શકી ન હતી. ત્યારબાદ બોલિવુડની ફિલ્મોથી દુર થઇ હતી. જુદા જુદા ક્ષેત્રમાં તે હાથ અજમાવી ચુકી છે. હવે ફરી પંજાબી મ્યુઝિક વિડિયોમાં નજરે પડનાર છે.