વાત્રક નદી નજીક કાર સાથે દુર્ઘટનામાં એકનું મોત

0
9

ઉત્કંઠેશ્વર મહાદેવથી દહેગામ જતા વાત્રક નદીના પુલના છેડા પર સ્વિફ્‌ટ અને બાઈકની વચ્ચે ગમખ્વાર અકસ્માત
અમદાવાદ, તા.૮
ગાંધીનગર જિલ્લાના ઉત્કંઠેશ્વર મહાદેવથી દહેગામ જતા વાત્રક નદીના પુલના છેડા પર ભયજનક વળાંકમાં સ્વિફ્‌ટ(જીજે-૦૯બીએફ ૯૦૧૦) અને બાઈક(જીજે ૨૭ બીજી ૩૭૮૪) વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર દિવ્યેશ ટીનાજી ખાંટ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો અને બાઈક સળગી ગયું હતું. જા કે, બાઇક કેવી રીતે સળગ્યુ તે અંગે અનેક સવાલો ઉઠયા હતા. અક્સ્માતની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક દિવ્યેશના કાકાના જણાવ્યા મુજબ, તેમનો ભત્રીજો ગઈકાલે નવ વાગ્યે તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, મારે મારા સાસરી ભાટઈ ગામ જવાનું હોવાથી તમારું બાઈક આપો. જેથી તેમણે તેમનું બાઈક ભત્રીજા દિવ્યેશને આપ્યું હતું. દિવ્યેશ આજે સવારે બાઈક લઈને ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શને ગયો હતો. દર્શન કરી પાછા આવતી વખતે દહેગામથી કપડવંજ જતા રોડ ઉપર દેવકરણના મુવાડાથી આગળ વાત્રક નદીના પુલ નજીકના વળાંકમાં આશરે સાડા સાત વાગ્યે દહેગામ તરથી કપડવંજ તરફ જતી સ્વિફ્‌ટ કારના ચાલકે તેને જારદાર ટક્કર મારી હતી. જેથી દિવ્યેશને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. અક્સ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.