૩૭૦ : તરત સુનાવણી માટે થયેલી માંગ સુપ્રીમે ફગાવી

0
12

નવી દિલ્હી, તા. ૮
સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ અંગેના આદેશ પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર તરત સુનાવણીની માંગને આજે ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કઠોર વલણ અપનાવ્યું હતું. કલમ ૩૭૦ અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસને ખતમ કરી દેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ અંગે નિર્ણય સામેની અરજી ઉપર તરત સુનાવણીનો આજે ઇન્કાર કર્યો હતો. જસ્ટસ એનવી રામન્નાના નેતૃત્વમાં બેંચ સમક્ષ તાકિદની સુનાવણી માટે આ મામલો લાવવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે, તરત સુનાવણી થવી જાઇએ. જા કે, કોર્ટે કહ્યું હતું કે, યોગ્ય સમયે સુનાવણી થશે. અરજી દાખલ કરનાર વકીલ એમએલ શર્માએ કહ્યું હતું કે, તેમની અરજી ૧૨મી ઓગસ્ટ અથવા તો ૧૩મી ઓગસ્ટના દિવસે સુનાવણી માટે નક્કી કરવી જાઇએ. બેંચે શર્માને કેટલાક સૂચન કર્યા હતા. તેમની અરજીમાં ખામીઓના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સુચન કર્યા હતા. પ્રશ્નના જવાબમાં શર્માએ કહ્યું હતું કે, તેઓએ વાંધાઓમાં સુધારા કર્યા છે. મામલામાં તરત સુનાવણીની રજૂઆત કરવામાં આવી હતી. અરજીદારે કહ્યું હતું કે, પાકિસ્તાન સરકાર અને કેટલાક કાશ્મીરી લોકો કહી રહ્યા છે કે, તેઓ કલમ ૩૭૦ અંગે રાષ્ટ્રપતિના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જશે. આ હિલચાલ બાદ તરત સુનાવણીની જરૂર છે. જા કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટરીતે આ અરજીને ફગાવી દીધી હતી. પોતાની અરજીમાં શર્માએ એવી દલીલ પણ કરી હતી કે, કલમ ૩૭૦ પરનો આદેશ ગેરકાયદે છે કારણ કે, જમ્મુ કાશ્મીર વિધાનસભાની મંજુરી વગર કલમ ૩૭૦ની નાબૂદી થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંધારણની કલમ ૩૭૦ની જાગવાઈઓને નાબૂદ કરી દીધી છે. સંસદના બંને ગૃહો દ્વારા આ સંદર્ભમાં બિલ પાસ કરી દેવાયું છે.