બ્લેકહેડ બે રીતના હોય છે. એક કાલા ખીલ અને બીજા વ્હાઈટ ખીલ આ બન્ને તમારી સુંદર ત્વચાને ખરાબ કરે છે. આવો તેના ઘરેલૂ ઉપાય જાણીએ
1. બ્લેકહેડ માટે ટૂથપેસ્ટ બ્લેકહેડસ હટાવામાં ટૂથપેસ્ટ ખૂબ કારગર સિદ્ધ હોય છે. ટૂથપેસ્ટની એક પાતળી પરત તે જગ્યા પર લગાવો અને 25 મિનિટ માટે મૂકી દો. ત્યારબાદ તેને સારી રીતે ધોઈ લો. તેને 2 અઠવાડિયા સુધી પ્રયોગ કરો.
2. ઓટસઓટસને વાટીને પાવડર બનાવી તેમાં દૂધ મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરી લો અને બ્લેકહેડની જગ્યા પર 2 થી 3 મિનિટ સુધી ઘસવું.
3. દહીં દહીં મધ અને બેસન સાથે મિક્સ કરી. તેનાથી ચેહરાની મસાજ કરો અને સૂકયા પછી સ્ક્રબ કરીને તેણે ધોઈ લો.
4. લીંબૂલીંબૂના છાલટાથી ચેહરાને હળવું સ્ક્રબ કરો. તેનાથી વાઈટહેડ અને બ્લેકહેડ બન્ને જ સાફ થઈ જાય છે. 5. બેકિંગ સોડા બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તમારા ભીના ચેહરાને આ પેસ્ટથી ગોલાઈમાં મસાજ કરો અને 2 મિનિટ માટે ધોઈ લો.
6. ઈંડાઈંડાને ફેંટીને તેમાં મધ મિક્સ કરી અને ચેહરા પર ફેસ માસ્કની રીતે લગાડો.સૂક્યા પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો.
7. બેસનબેસનમાં દૂધ અને લીંબૂ નાખી પેસ્ટ બનાવી લો. આ માસ્કને ચેહરા પર લગાડવાથી પણ બ્લેકહેડ નિકળી જાય છે.